ગુજરાતની દિકરી સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ, આદિવાસી સમાજે આપ્યું 1 લાખનું ઈનામ

અમદાવાદ. ગુરૂવારે એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગમાં જન્મેલી સરિતા ગાયકવાડ પણ હતી. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી. 

1/7
image

અમદાવાદ. ગુરૂવારે એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું  છે. એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગમાં જન્મેલી સરિતા ગાયકવાડ પણ હતી. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી. ભારતીય મહિલાઓની ટીમે 3 મિનિટ 28.72 સેકન્ડમાં 4x400મી.ની રિલે દોડ પૂરી કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ તેમણે ગોલ્ડ પોતાને નામ કર્યો હતો.

સરિતાએ અત્યાર સુધી જીતેલા મેડલ નજરે પડે છે

2/7
image

સરીતા ગાયકવાડે એથલેટિક્સમાં ગુજરાતનું અનેક વખત નામ રોશન કર્યું છે તેનો પુરાવો તેના ઘરમાં લટકતા આ મેડલ છે. તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ મોતાને નામ કર્યા છે.

સરિતાનો સમગ્ર પરિવાર

3/7
image

સરીતાનો પરિવાર તેણે મેળવેલી સિદ્ધિ બદલ ભાવવિભોર થઈ ગયો હતો. 

સરિતાના ઘરમાં લાગેલી તેની તસવીરો.

4/7
image

સરિતના પરિવારજનોએ તેણે અત્યાર સુધી જીતેલા મેડલ સાથેના ફોટા પણ ફ્રેમમાં ઘડીને ઘરમાં લગાવી રાખ્યા છે. પરિવારને તેમની દીકરીની ઉપલબ્ધીઓ પર ખુબ જ ગર્વ છે.

સરિતાના ઘરની તસવીર.

5/7
image

ડાંગ જિલ્લામાં આવેલું સરિતાનું ઘર. તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતની ગોલ્ડન ગર્લ કેવા ઘરમાં રહે છે. તે અત્યંત સાદાઈથી પોતાનું ગુજરાન ચલાવે છે.

સરિતાના માતા આ સમાચાર સાંભળી ખુશ થઈ ગયા હતા.

6/7
image

સરિતાની માતા તસવીરમાં નજરે પડે છે. તેમણે સરિતાની આ સિદ્ધિ બદલ ગર્વની લાગણી અનુભવી હતી.

સરિતાનો પરિવાર તેના ઘરમાં

7/7
image

સરિતાના ઘરમાં કોઈ પણ પ્રકારની આધુનિક સુખ-સુવિધાઓ નથી તે આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે. તેમ છતાં આપણી દિકરીએ તમામ અડચણો પાર કરીને દુનિયામાં ગુજરાતનું અને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે.