ગુજરાતી ગાયિકા અલ્પા પટેલના ઘરે વાગી લગ્નની શરણાઈ, રાજકુમારીની જેમ સજીને મંડપે આવ્યા

Alpa Patel wedding: કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો ચાર્જ કરતા ગુજરાતી ગાયિકા (gujarati singer) અલ્પા પટેલના લગ્નમાં રજવાડી ઠાઠ જોવા મળ્યા હતા. ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોથી લગ્ન પ્રસંગ યાદગાર બનાવાયો હતો

ઝી મીડિયા/બ્યૂરો :લગ્નોની મોસમમાં વધુ એક નામ ઉમેરાયુ છે. ગુજરાતના પ્રખ્યાત ગાયિકા અલ્પા પટેલના ઘરે લગ્નની શરણાઈ વાગી છે. અલ્પા પટેલે તેમના મૂળ વતન બગસરાના નાના મુંજાયાસરમાં ઉદય ગજેરા સાથે સાત ફેરા લીધા હતા. ત્યારે તેમના આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે. કારણે સંગીતથી લઈને લગ્ન સુધીના ત્રણ દિવસના પ્રસંગની તસવીરોએ લોકોનુ મન મોહી લીધુ છે. સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિગ્નેશ કવિ, તો દિગ્ગજ નેતા જયેશ રાદડીયા પણ અલ્પા પટેલના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવીએ મંગળ ફેરાના સમયે તારી લાડકી રે ગીત ગાયુ હતું. જેનાથી સમગ્ર લગ્ન ઉત્સવમા નવો જોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમોમાં જોવા મળતા અલ્પા પટેલ પોતાના લગ્નમાં રાજકુમારીની જેમ સજીને મંડપ આવ્યા હતા. તેમણે મંગેતર સાથે પ્રિવેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. જે પણ ચર્ચામાં રહ્યું. જુઓ તેમના લગ્નની ખાસ તસવીરો...

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image