હીરામંડી વિશે તો જાણ્યું... હવે દાળમંડી વિશે પણ જાણો, જ્યાં તવાયફોનો વાગતો હતો ડંકો, અંગ્રેજો પણ ડરતા હતા

Heeramandi Real Story: સંજય લીલા ભણસાલીની હીરામંડી તો મોટાભાગના લોકોએ જોઈ હશે. હવે તેની અસલ કહાની પણ તમારે જાણવી જોઈએ. એ દાળમંડી..જ્યાં તવાયફોનો ડંકો વાગતો હતો. તેમની આગળ અંગ્રેજો પણ થર થર કાંપતા હતા. દાળમંડી કેવી રીતે વસી એ પણ જાણવા જેવું છે. 

બનારસનું 'હીરામંડી બજાર'

1/8
image

સંજય લીલા ભણસાલીનું ડિજિટલ ડેબ્યુ, જે હાલ ચર્ચામાં છે. ડાયરેક્શનથી લઈને તેના ગીતો, કાસ્ટ, બધુ દર્શકોને ખુબ ગમે છે. ભણસાલીએ લાહોરની હીરામંડી પર સીરીઝ બનાવી છે. જેને બનાવવામાં તેમને વર્ષો લાગ્યા. પરંતુ હીરામંડીની અસલ કહાની જાણવા જેવી છે. દેશનું એ 'હીરામંડી' બજાર જ્યાંથી અનેક ગાયિકાઓ નીકળી. જેણે દેશમાં જ નહીં પણ દુનિયામાં પણ નામના મેળવી. એવા કોઠા જ્યાં દેહને નહીં પરંતુ સંગીતનો વેપાર ચાલતો હતો. અમે તમને બનારસની અસલી 'હીરામંડી' વિશે જણાવીશું. 

હીરામંડીની કહાની

2/8
image

જો હીરામંડી ન જોઈ હોય તો તમે સૌથી પહેલા તો સંક્ષિપ્તમાં તેની કહાની સમજો. ભણસાલીએ 8 એપિસોડમાં આઝાદી પહેલાની કહાની સમજાવી છે. જ્યાં તવાયફોનું બજાર હતું જે હીરામંડી નામથી ઓળખાતું હતું. અહીં મલ્લિકા જાન (મનિષા કોઈરાલા) નામની તવાયફનો સિક્કો ચાલે છે. તેની બે દીકરીઓ છે બેબોજાન (અદિતિ રાય હૈદરી) અે આલમઝેબ (શર્મિન સહગલ). જ્યાં બેબોજાન છૂપાઈ છૂપાઈને કોઠાના પૈસાથી દેશની આઝાદીમાં મદદ કરે છે ત્યાં આલમજેમ માતા અને અન્ય તવાયફોથી થોડી અલગ છે. તે આ પરંપરાને ફોલો કરવા માંગતી થી. તે ન તો કોઠા પર નાચવા માંગે છે કે ન તો પોલિટિક્સમાં પડવા માંગે છે. તે ફકત શાયરીઓ કરે છે. તેને તો તાજથી પ્રેમ છે. લગ્નનું સપનું છે. પરંતુ મુશ્કેલી એ છે કે તવાયફની કોઈ ઈજ્જતદાર વ્યક્તિ સાથે લગ્ન કેવી રીતે થાય. હવે આ બધા પોઈન્ટ્સને લઈને સંગીત, ભારે મ્યૂઝિક, સુંદરતાથી ભણસાલીએ કહાનીમાં વર્ણવ્યું છે. 

અસલી હીરામંડી

3/8
image

હવે આવીએ અસલ હીરામંડી પર. તેનું નામ છે દાળમંડી. નામથી તમને લાગશે કે આ કોઈ દાળ બજાર હશે પરંતુ આ દાળમંડી તો કોઠાઓના કારણે મશહૂર હતી. બનારસની દાળમંડીની વસ્તી મુઘલો પહેલાની હતી. એક સમયે અહીં દાળનું જાણીતું બજાર હતું પરંતુ આગળ જઈને સંગીત ઘરાનાઓના કરાણે તે જાણીતું થવા લાગ્યું. એવું કહે છે કે અમીર વેપારીઓ અહીં દાળનો વેપાર કરતા હતા અને રાતે થાકી જાય ત્યારે સંગીતનો આશરો લેતા હતા. આમ કરતા કરતા અહીં મનોરંજનના સાધનો પણ વસવા લાગ્યા. 

દેહનો સોદો નહી

4/8
image

ધીરે ધીરે દાળમંડી થોડી આગળ શિફ્ટ થઈ ગઈ અને સંગીતમાં પરોવાઈ ગઈ. એવું કહે છે કે જ્યારે અંગ્રેજો આવ્યા તો તેમણે જ દાળમંડીમાં તવાયફોને વસાવી. ધીરે ધીરે અહીં કોઠા બનવા લાગ્યા. એવું કહે છે કે અહીં દેહનો વેપાર નહીં પરંતુ ગાયિકાઓનું રાજ રહેતું હતું. જેટલા રઈસ આવતા હતા તેઓ સંગીતમાં રસ ધરાવતા હતા. મુજરો થતો હતો તો ઠુમરી અને ગઝલોની જમાવટ પણ થતી હતી. 

તવાયફોનો જાદુ

5/8
image

એવું કહે છે કે દાળમંડીની તવાયફોને ખુબ સન્માન મળતું હતું. તેમનો જલવો એવો હતો કે મોટા મોટા ધનિકો, નવાબો અને અંગ્રેજો તેમના પ્રેમમાં પડી જતા હતા. તેઓ પોતાની બગ્ગી કે ડોલીથી નીકળતા હતા. કેટલીક તવાયફોનો જાદુ તો એવો હતો કે તેમના પ્રેમમાં બ્રાહ્મણો પણ મુસ્લિમ બનવા તૈયાર થઈ ગયા હતા. 

આ હસ્તીઓનો ચલતો હતો જાદુ

6/8
image

દાળમંડી એ જગ્યા છે જ્યાંથી નરગિસ દત્તના માતા જદ્દનબાઈ, છુપ્પનછૂરી ઉર્ફે જાનકીબાઈ, ગૌહર ખાન, તૌકી બાઈ, હુસ્નાબાઈથી લઈને રસૂલનબાઈ જેવા મહાન નામ નીકળ્યા. આ હસ્તીઓએ એવું સાબિત કરી દીધુ કે તેઓ ફક્ત તવાયફ નહતા પરંતુ તેમનામાં ટેલેન્ટ પણ ખુબ હતું. જદ્દનબાઈ તો હિન્દી સિનેમા સુધી પોહંચ્યા અને દેશની પહેલી મહિલા સંગીતકાર પણ બન્યા. તેમણે અનેક ફિલ્મો લખી તો ડાયરેક્ટ પણ કરી. 

દાળમંડીની તવાયફોનો સ્વતંત્રતા ચળવળમાં ફાળો

7/8
image

જેવું હીરામંડીમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે મલ્લિકાજાનની બેટી બેબોજાન છૂપાઈ છૂપાઈને સ્વતંત્રતા સેનાનીઓની મદદ કરતી હતી. તે ખુદના મુજરાઓથી મળેલા પૈસાને દેશની મદદમાં લગાવતી હતી. એટલું જ નહીં જે અંગ્રેજો તેમના કોઠા પર આવતા હતા તેમની પાસેથી ગુપ્ત માહિતીઓ કઢાવીને સ્વતંત્રતા સેનાનીઓને આપતી હતી. એ જ રીતે દાળમંડીમાં પણ અનેક એવી તવાયફો હતી જેમણે સ્વતંત્રતા માટે મહત્વનું યોગદાન આપ્યું. 

દાળમંડીની બેબોજાન

8/8
image

ધનેસરીબાઈ નામની એક તવાયફ હતી જેનાથી અંગ્રેજો થર થર કાંપતા હતા. તેમનામાં એટલી પણ હિંમત નહતી કે તેઓ તેમના કોઠામાં ઘૂસી શકે. અહીં સંગીત, મનરંજનની સાથે સાથે દેશભક્તિનો રંગ પણ રહેતો હતો. કેટલાક તો અહીં બેસીને અંગ્રેજોને ધૂળ ચટાડવાની રણનીતિ પણ બનાવતા હતા.