Lemon: લીંબુમાં રસ છે કે નહીં આ ટ્રીકથી જાણો, આ રીતે ખરીદશો લીંબુ તો નહીં છેતરાવ ક્યારેય

Lemon: ઉનાળામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જેમકે લીંબુ. લીંબુ વિના રસોઈનો સ્વાદ પણ અધૂરો લાગે છે. ઉનાળા દરમિયાન લીંબુ પાણીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઉનાળામાં લીંબુના ભાવ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો મોંઘા ભાવના લીંબુમાંથી રસ ન નીકળે તો ગુસ્સો આવે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી દઈએ જેને લીંબુ ખરીદતી વખતે ફોલો કરશો તો એક પણ લીંબુ રસ વિનાનું નહીં નીકળે. 

લીંબુની છાલ 

1/5
image

લીંબુ ખરીદો ત્યારે તેની છાલ પર ધ્યાન આપો. પાતળી અને ચમકદાર છાલ હોય તેવા લીંબુમાં રસ વધારે હોય છે. તેનાથી વિરુદ્ધ જાડી છાલના અને ખરબચડા લીંબુ રસ વિનાના હોય છે. 

લીંબુનું વજન 

2/5
image

જો લીંબુ રસથી ભરપૂર હોય તો તેનું વજન સૂકા લીંબુની સરખામણીમાં વધારે હોય છે. તેથી હંમેશા વધારે વજન હોય તેવા લીંબુ પસંદ કરવા. લીંબુનું વજન વધારે એટલે રસ પણ વધારે. 

સોફ્ટ લીંબુ 

3/5
image

લીંબુ ખરીદો ત્યારે તેને હાથથી થોડા દબાવીને ચેક કરો. જો લીંબુમાં રસ હશે તો લીંબુ સોફ્ટ હશે. જો લીંબુ કડક હોય તો તેમાં રસ નથી હોતો. અંદરથી રસ વિનાના અને ડ્રાય લીંબુ કડક હોય છે. 

પીળા રંગના લીંબુ 

4/5
image

માર્કેટમાં લીલા અને પીળા એમ બે રંગના લીંબુ મળે છે. તમારે રસવાળા લીંબુ ખરીદવા હોય તો પીળા રંગના લીંબુ જ પસંદ કરવા. પીળા લીંબુમાં સુગંધ અને રસ બંને વધારે હોય છે.

5/5
image