Ind vs Aus: ભારતની 'ઐતિહાસિક' જીતના આ છે અસલ 'હીરો'

વરસાદને કારણે ટેસ્ટમાં પાંચમાં દિવસે વરસાદને કારણે ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે ભારતીય ટીમે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમ 72 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ થઈ છે. ત્યારે આ પાંચ ખેલાડીઓએ ભારતના શ્રેણી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

ચેતેશ્વર પૂજારા

1/5
image

ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં પોતાના ધૈર્યપૂર્ણ બેટિંગથી ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી. તેણે સાત ઈનિંગમાં 74ની એવરેજથી 521 રન બનાવ્યા છે. આ સાથે તેણે ત્રણ સદી પણ ફટકારી છે. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે.   

વિરાટ કોહલી

2/5
image

કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ સિરીઝમાં કેપ્ટન અને બેટ્સમેનની જવાબદારી સારી રીતે નિભાવી છે. કોહલીએ સિરીઝમાં કુલ 282 રન બનાવ્યા તો પોતાની આગેવાનીમાં ભારતે 30 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર ફોલોઓન આપ્યું હતું.   

જસપ્રીત બુમરાહ

3/5
image

બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહે ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે આ સિરીઝમાં 2.18ની ઈકોનોમી રેટથી 21 વિકેટ ઝડપી છે. તેણે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી. મેલબોર્નમાં કુલ તેણે 9 વિકેટ ઝડપી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

રિષભ પંત

4/5
image

21 વર્ષના આ વિકેટકીપરે પોતાની કીપિંગમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યો અને ભારતને જીત અપાવી હતી. ચાર ટેસ્ટ મેચોમાં 20 કેચ ઝડપીને તે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય વિકેટકીપર બન્યો છે. તો તેણે બેટથી પણ સાત ઈનિંગમાં 350 રન ફટકાર્યા છે.   

મયંક અગ્રવાલ

5/5
image

આ સિરીઝમાં પર્દાપણ કરી રહેલા મયંક અગ્રવાલે પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે ઓપનર તરીયે સંયમની સાથે બેટિંગ કરી જેથી પૂજારા અને બાકીના બેટ્સમેનોએ નવા બોલનો સામનો ન કરવો પડ્યો. તેણે 3 ઈનિંગમાં કુલ 195 રન ફટકાર્યા હતા.