એડિલેડ પહોંચેલી ટીમ ઈન્ડિયાનું થયું શાનદાર સ્વાગત, જુઓ તસ્વીરો
ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચ માટે એડિલેડ પહોંચી ગઈ છે. અહીં પહોંચતા ખેલાડીઓનું ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો પ્રારંભ થવાનો છે. પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ એડિલેડ પહોંચી ગઈ છે. ભારત આર્મી નામના એક સંગઠને અહીં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત કર્યું હતું. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ભારતીય ક્રિકેટ ટીમના સ્વાગતની તસ્વીરો શેર કરી છે. આ સાથે એડિલેડ પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ પોતાની મસ્તી ભરી તસ્વીરો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
ભારત આર્મીએ કર્યું ટીમ ઈન્ડિયાનું ગર્મજોશીથી સ્વાગત
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ જ્યારે એડિલેડમાં પગ મુક્યો ભારત આર્મી અને ફેન્સે ખેલાડીઓનું શાનદાર સ્વાગત કર્યું. ફેન્સ મોટા બેનરો સાથે ટીમ ઈન્ડિયાને ચીયર કરતા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ફેન્સની સાથે સેલ્ફી તેમને ખુશ કર્યા. પોતાના ફેન્સને ચીયર કરતા જોઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ જોશમાં જોવા મળ્યા. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના એડિલેડ પહોંચવાની તસ્વીરો શેર કરી છે. (PIC : BCCI/Twitter)
બેનર લઈને ઉભા હતા ફેન્સ
ભારતીય ટીમ આ સિરીઝની શરૂઆત ખૂબ મૈત્રીપૂર્ણ માહોલમાં કરશે. ઓસ્ટ્રેલિયામાં આટલો મૈત્રીપૂર્ણ માહોલ ક્યારેય રહ્યો નથી. ઓસ્ટ્રેલિયા સારૂ અને સ્વચ્છ ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરશે, તો વિરાટ કોહલી પણ કરી ચુક્યો છે કે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથે કોઈપણ વિવાદમાં સામેલ નહીં થાય. (PIC : BCCI/Twitter)
બીસીસીઆઈએ મુસાફરીની તસ્વીરો શેર કરી
કેપ્ટન વિરાટ કોહલી આશા રાખી રહ્યો છે કે, તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી શકે છે. દક્ષિણ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી જણાઈ રહી છે. ટીમના બે દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધને કારણે ટીમમાંથી બહાર છે. (PIC : BCCI/Twitter)
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ
ટીમ ઈન્ડિયાએ 71 વર્ષમાં 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી ભારત સિરીઝ જીતી શક્યું નથી. ઓસ્ટ્રેલિયામાં ભારતે 44 ટેસ્ટ મેચ રમી છે અને માત્ર પાંચ મેચ જીતી છે. ભારતના આ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત ત્રણ ટી20 મેચની સાથે થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સિરીઝ ડ્રો રહી. ત્યારબાદ ભારતે એક પ્રેક્ટિસ મેચ પણ રમી હતી, જે પણ ડ્રો રહી હતી. (PIC : BCCI/Twitter)
વિરાટ કોહલીએ શેર કરી શાનદાર તસ્વીર
બીસીસીઆઈની સાથે-સાથે એડિલેડ પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીર કેપ્ટન વિરાટ કોહલીએ શેર કરી છે. વિરાટની સાથે આ તસ્વીરમાં પાર્થિવ પટેલ, રિષભ પંત અને બુમરાહ છે. આ તસ્વીર વર્કઆઉટ બાદની છે. વિરાટ અને બાકી ખેલાડીઓએ જીભ બહાર કાઢી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટનો રેકોર્ડ જોરદાર છે. (PIC : Virat Kohli/Twitter)
રોહિત શર્માએ મિત્રો સાથે પસાર કર્યો સમય
વિરાટ કોહલીની સાથે-સાથે રોહિત શર્માએ પણ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં રોહિત શર્માની સાથે પાર્થિવ પટેલ, રહાણે અને વેકેંટશ પ્રસાદ છે. આ તસ્વીરમાં અન્ય લોકો પણ છે. આ તસ્વીર કોઈ રેસ્ટોરન્ટની અંદરની છે. રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર બે ટેસ્ટમાં મેચ બાદ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. રોહિતે ફરી 10 મહિના બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. (PIC : Rohit Sharma/Twitter)
ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયાની બસની તસ્વીર શેર કરી
ઉમેશ યાદવે ટીમની બસની અંદરની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ભુવનેશ્વર કુમાર, રિષભ પંત, મોહમ્મદ શમી, મુરલી વિજય, પાર્થિવ પટેલ, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા છે. આ એડિલેડ પહોંચવા દરમિયાનની છે. એડિલેડમાં મેચ ભારતીય સમયાનુસાર સવારે 5.30 કલાકે શરૂ થશે. 4 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ આ પ્રવાસનું સમાપન ત્રણ મેચની વનડે સિરીઝની સાથે થશે. (PIC : Umesh Yadav/Twitter)
Trending Photos