પૈચાન કૌન ? : બનવું હતું એર હોસ્ટેસ પણ લાગી એવી લોટરી કે કમાવા લાગી રોજના 55,000 રૂ. !

1/11
image

બર્થ-ડે ગર્લ ટીવી એક્ટ્રેસ ટીના દત્તાનો જન્મ 27-11-1986ના દિવસે પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે થયો હતો.

2/11
image

કલર્સ ચેનલની 'ઉતરન' (2009-2015)માં ઇચ્છા વીરસિંહ બુંદેલાના રોલથી ભારે લોકપ્રિયતા મેળવનાર ટીના બાળપણથી ટીવી ગ્લેમર ફિલ્ડમાં છે.

3/11
image

ટીનાએ 5 વર્ષની વયે સિસ્ટર નિવેદિતા નામની સિરિયલમાં કામ કર્યું હતું. આ પછી તેણે અનેક પ્રાદેશિક બંગાળી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

4/11
image

ટીનાએ 2003માં 16 વર્ષની વયે ઐશ્વર્યા સાથે 'ચોખેર બાલી'માં કામ કર્યું હતું.

5/11
image

તેણે 2005માં 'પરિણીતા' ફિલ્મમાં યુવાન લોલિતાનો રોલ કર્યો હતો.

6/11
image

ફિલ્મીબીટ નામની વેબસાઇટે આપેલી માહિતી પ્રમાણે ટીનાને 'ઉતરન'ના એક દિવસના શૂટિંગ માટે 55,000 રૂ. જેટલી તગડી રકમ ચૂકવવામાં આવતી હતી.

7/11
image

ટીના દત્તાએ થોડા સમય પહેલાં કેલેન્ડરની તસવીર માટે ન્યૂડ પુરુષ મોડલ સાથે ફોટોશૂટ કરાવતા મોટો વિવાદ ઉભો થયો હતો. 

8/11
image

ટીનાએ 2016માં જેટ એરવેઝની ફ્લાઇટમાં તેની જાતીય સતામણી થઈ હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

9/11
image

એક સમયે ચર્ચા હતી કે ટીનાએ માતાની મરજી વિરૂદ્ધ મહેશ જયસ્વાલ નામની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. જોકે ટીનાએ આ વાતને રદિયો આપ્યો હતો.

10/11
image

ટીના તેના પરિવારમાં તેની માતાની બહુ નજીક છે અને તેને પોતાની પ્રેરણા માને છે.

11/11
image

ટીના પોતાના ભાઈ અને પિતાની પણ બહુ નજીક છે અને સોશિયલ મીડિયામાં પરિવારની તસવીરો પોસ્ટ કરતી રહે છે.