Survey: બોમ્બઈ કે પછી સિદ્ધારમૈયા...કર્ણાટકમાં મુખ્યમંત્રીના ચહેરા માટે કોણ છે પહેલી પસંદ

કર્ણાટક વિધાનસભા માટે 10મી મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણીમાં કોની જીત થશે એ તો 13મી મેના રોજ ખબર પડી જશે. પરંતુ તે પહેલા એક સર્વે સામે આવ્યો છે જેના દ્વારા જાણવાની કોશિશ કરાઈ છે કે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે કોણ સૌથી પહેલી પસંદ છે. 
 

આ સર્વે NDTV-CSDS એ કરાવેલો છે. જે મુજબ પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા સીએમ પદ માટે સૌથી પહેલી પસંદ છે. સર્વેમાં 40 ટકા લોકોએ સિદ્ધારમૈયાને સીએમ ઉમેદવાર તરીકે સૌથી વધુ લોકપ્રિય ગણાવ્યાં. હાલના સીએમ બસવરાજ બોમ્મઈને 22 ટકા લોકો, જેડીએસના એચડી કુમારસ્વામીને 15ટ કા લોકો, ડી કે શિવકુમારને 4 ટકા, યેદિયુરપ્પાને 5 ટકા અને અન્યને 12 ટકા લોકોએ પોતાની પસંદ ગણાવી. 2 ટકા લોકોએ મત ન આપ્યો. આવામાં બોમ્મઈની ચિંતા વધી શકે છે. 

1/6
image

સર્વે મુજબ ઉમરલાયક મતદારો વચ્ચે સિદ્ધારમૈયા પહેલી પસંદ છે જ્યારે બોમ્મઈ યુવા મતદારોની પસંદ જોવા મળી રહી છે. 

2/6
image

સર્વેનો આ બીજો ભાગ છે. પહેલો ભાગ 1 મે 2023ના રોજ પ્રકાશિત થયો હતો. અત્રે જણાવવાનું કે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા મૈસૂરના વરુણા વિધાનસબા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બસવરાજ બોમ્મઈ શિગગાંવ મતવિસ્તારમાંતી ચૂંટણી મેદાનમાં છે. 

3/6
image

સિદ્ધારમૈયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. ત્યારબાદ તેઓ રાજકારણ છોડી દેશે. 

4/6
image

સિદ્ધારમૈયા 3મી મે 2013થી 17 મે 2018 સુધી કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે રહ્યા હતા. વર્ષો સુધી જનતા પરિવારના વિવિધ જૂથોના સભ્ય રહ્યા. કોંગ્રેસમાં સામેલ થતા પહેલા તેઓ જનતા દળ (સેક્યુલર)ના નેતા તરીકે બે વાર કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા હતા. 

5/6
image

બસવરાજ બોમ્મઈ વિશે વાત કરીએ તો લિંગાયત નેતા બસવરાજ બોમ્મઈનો જન્મ 28 જાન્યુઆરી 1960ના રોજ થયો હતો. તેઓ જળ સંસાધન અને સહયોગ મંત્રાલયની સાથે સાથે હવેરી અને ઉડ્ડુપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિયનિરિંગમાં ગ્રેજ્યુએટ બસવરાજ બોમ્મઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જનતા દળ સાથે  કરી હતી. 

6/6
image

બોમ્મઈ બી એસ યેદિયુરપ્પાની નીકટ ગણાય છે. તેમના  પિતા એસ આર બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બોમ્મઈ 2018માં ભાજપમાં જોડાયા હતા. 2008ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં તેઓ હાવેરી જિલ્લાના શિગગાંવમાંથી ચૂંટાઈ આવ્યા હતા. આ સર્વે માટે કર્ણાટકના 21 વિધાનસભા વિસ્તારોના 82 મતદાન કેન્દ્રોમાંથી કુલ 2143 લોકો સાથે વાત કરાઈ.