ગુજરાતનું ગૌરવ: ખુશી ચુડાસમાએ અભ્યાસની સાથે નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં મેળવ્યો સિલ્વર

ઝી બ્યુરો/વડોદરા: નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. ગુજરાતનું ગૌરવ ખુશી ચુડાસમા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે શૂટિંગમાં પણ અવ્વલ છે. ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનના કોચ મિત્તલ ગોહિલની મહેનત રંગ લાવી છે.

1/8
image

20મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કરેલ છે. ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે. ખુશી ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે હવે નેશનલમાં પણ આ ગુજ્જુ ગર્લ આવનાર સમયમાં પોતાનું આધિપત્ય જમાવી શકે છે. 

2/8
image

પારુલ યુનિવર્સિટી વડોદરા ખાતે બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતી ખુશી ચુડાસમા ને "ભરૂચ રત્ન" એવોર્ડથી પણ ભૂતકાળમાં સન્માનિત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ખુશી ચુડાસમાએ જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્સ મળી કુલ 30 થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. 

3/8
image

ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણી ના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના સેક્રેટરી અજય પંચાલ, પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.

4/8
image

ભરૂચની ખુશી ચુડાસમા નેશનલ લેવલે સેમિફાઇનલ માં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરેલ છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પૂર્વ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડૉ.લીના પાટીલ, પૂર્વ રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા પણ જિલ્લાના રમતવીરોને અને ખુશી ચુડાસમા ને પ્રોત્સાહિત કરી અવારનવાર માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે. 

5/8
image

આવનાર ઇન્ટરનેશનલ શૂટિંગ ઇવેન્ટ માટે હાલ ખુશી ચુડાસમા તેના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહેલ છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં  ઇન્ટરનેશનલ ઇવેન્ટ માં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનો છે.

6/8
image

7/8
image

8/8
image