જાણો કોણ-કોણ રહી ચુક્યા છે ટેનિસ સુંદરી મારિયા શારાપોવાના બોયફ્રેન્ડ

મારિયા શારાપોવા ટેનિસ કૌશલ્ય અને સુંદરતાની દમદાર મિસાલ છે. આજ કારણ છે કે મારિયા આજના  સમયમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી મહિલા ટેનિસ ખેલાડી છે. વિશ્વની પૂર્વ નંબર એક મહિલા ટેનિસ  ખેલાડી મારિયા શારાપોવા પોતાની રમતથી વધુ પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે. શારાપોવાનો હોટ અને સ્ટાઇલિશ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવે છે. મારિયા શારાપોવા હાલમાં તો સિંગલ છે. પરંતુ પૂર્વમાં  ઘણા પુરુષોને તેની ગર્લફ્રેન્ડ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આવો જાણીએ મારિયા શારાપોવા  કોને-કોને બનાવી ચુકી છે પોતાના બોયફ્રેન્ડ... 

એડમ લેવિને

1/5
image

પોતાના કરિયરની શરૂઆતી સમયમાં મારિયા શારાપોવાનું નામ પ્રખ્યાત રોડ બેન્ક મારૂન 5ના સિંગર એડમ  લેવિનની સાથે જોડાયું હતું. મારિયા શારાપોવા પોતાના 18મા જન્મદિવસ પર એડમ લેવિનને પ્રથમવાર મળી  હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે અફેરની અફવા ઉડી જે બાદમાં અફવા સાબિત થઈ હતી. 

એન્ડી રોડિક

2/5
image

લેવિને બાદ શારાપોવા ટેનિસ ખેલાડી એન્ડી રોડિકની સાથે યૂએસ ઓપનમાં જોવા મળી ત્યારબાદ બંન્નેના  સંબંધોની ચર્ચા થવા લાગી હતી. પરંતુ બાદમાં રોડિકે આ ખબરને અફવા ગણાવી હતી. ત્યારબાદ એન્ડી રોડિકે  સુપરમોડલ બ્રુકલિન ડેકરની સાથે લગ્ન કરી લીધા હતા. 

ચાર્લી એબરસોલ

3/5
image

વર્ષ 2008મા શારાપોવા ટેલિવિઝન નિર્માતા ચાર્લી એબરસોલની સાથે સંબંધમાં બંધાઈ પરંતુ તે જ વર્ષે  બંન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 

સાશા વુજાસિક

4/5
image

શારાપોવાના જીવનમાં આ સૌથી ગંભીર રિલેશનશિપ હતી. વર્ષ 2009મા શારાપોવાએ તેની જાહેરાત કરી કે,  તે સ્લોવેનિયાના બાસ્કેટબોલ ખેલાડી સાશા વુજાસિકને ડેટ કરી રહી છે, અને આ ખબરે તેના ફેન્સના દિલ તોડી  દીધા હતા. બે વર્ષ ડેટ કર્યા બાદ વર્ષ 2011મા બંન્નેએ સગાઈ કરી હતી. શારાપોવા અને વુજાસિકે પોતાના  વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને કારણે 2012મા અલગ થવાનો નિર્ણય કર્યો જે ચોંકાવનારો હતો. 

ગ્રિગર દિમિત્રોવ

5/5
image

મારિયા શારાપોવાએ વર્ષ 2012ના અંતમાં બુલ્ગારિયા ટેનિસ સ્ટાર ગ્રિગર દિમિત્રોવને ડેટ કરવાનુંશરૂ કર્યું હતું.  આ સંબંધો બાદ સેરેના અને મારિયા શારાપોવા વચ્ચે રાઇવલરી પણ ખૂબ વધી ગઈ હતી. તમને જણાવી  દઈએ કે સેરેના સાથે બ્રેકઅપ બાદ ગ્રિગર મારિયા શારાપોવાને ડેટ કરવા લાગ્યો હતો. પરંતુ આ સંબંધો પણ  ત્રણ વર્ષ ચાલ્યા અને જુલાઈ 2015મા શારાપોવા અને ગ્રિગરનું બ્રેકઅપ થઈ ગયું હતું.