આ છે CBIના આંતરિક વિવાદ પાછળના ચહેરા અને મહોરા, Photos

કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ના ટોપ આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે આંતરિક વિખવાદનો મામલો હાલ સમાચારોમાં છવાયેલો છે. એજન્સીએ પોતાના જ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચનો કેસ દાખલ કર્યો છે. તેમના પર માંસના વેપારી મોઈન કુરેશી પાસેથી 3 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવાયો છે. આ મામલો એટલા હદ સુધી વધી ગયો કે, ખુદ નરેન્દ્ર મોદીને આ મામલે દખલગીરી કરવી પડી. તેમણે ડાયરેક્ટર વર્મા સાથે મુલાકાત કરી અને એક કલાકની અંદર કેસ સાથે જોડાયેલ ડીએસપી રેન્કના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી. આ મામલે લાગતા-વળગતા અધિકારીઓના ઘરે છાપામારી કરાઈ. ત્યારે આખો વિવાદ શું છે, અને સીબીઆઈની આ યુદ્ધના લડવૈયાઓ કોણ છે તેના પર એક નજર કરીએ. 

આલોક વર્મા

1/7
image

કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ના ટોપ આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે આંતરિક વિખવાદનો મામલો હાલ સમાચારોમાં છવાયેલો છે.

રાકેશ અસ્થાના

2/7
image

એજન્સીએ પોતાના જ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચનો કેસ દાખલ કર્યો છે. તેમના પર માંસના વેપારી મોઈન કુરેશી પાસેથી 3 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવાયો છે.

એ.કે.શર્મા

3/7
image

આ મામલો એટલા હદ સુધી વધી ગયો કે, ખુદ નરેન્દ્ર મોદીને આ મામલે દખલગીરી કરવી પડી. તેમણે ડાયરેક્ટર વર્મા સાથે મુલાકાત કરી 

દેવેન્દ્ર કુમાર

4/7
image

કેસ સાથે જોડાયેલ ડીએસપી રેન્કના અધિકારી દેવેન્દ્ર કુમારની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ સમગ્ર મામલો આજે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 

મોઈન કુરેશી

5/7
image

હાઈકોર્ટમાં રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમારે પોતાના પર કરવામાં આવેલા અરોપોની અરજીને પરત ખેંચવાનું કહ્યું હતું. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારના આકરા પગલા ભરવામાં આવે નહીં. તેમણે ધરપકડ ન કરવાની કોર્ટ પાસે માંગ કરી હતી.

સતીષ બાબુ સના

6/7
image

 દિલ્હી હાઈકોર્ટે આ મામલા પર સીબીઆઈને નોટિસ મોકલી છે. આ સાથે ધરપકડ કરાયેલા સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારના મામલામાં પણ જવાબ માંગ્યો છે

મનોજ અને સોમેશ પ્રસાદ

7/7
image

રાકેશ અસ્થાના પર આરોપે છે કે, તેમણે પાંચ કરોડ રૂપિયાની લાંચના બદલે હૈદરાબાદના વેપારી સતીષ સનાને રાહત આપી હતી. લાંચની રકમ વચેટિયા મનોજ પ્રસાદે લીધી હતી. પ્રસાદને 16 ઓક્ટોબર, 2018ના રોજ ભારત આવતા વેંત જ પકડી લેવામાં આવ્યો હતો