Photos : એન્જિનિયર્સ માટે ચેલેન્જિંગ હતું સિક્કીમ એરપોર્ટ બનાવવું, 4500 ફૂટની ઊંચાઈ પર સર્જ્યો અજુબો

 નોર્થ ઈસ્ટ રાજ્ય સિક્કીમને પોતાનું પહેલુ એરપોર્ટ આખરે મળી ગયું છે. સોમવારે ગંગટોક પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક્યોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. અત્યાર સુધી એરપોર્ટ સુધી તરસતા રહેલા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવુ પડતું હતું. જેમાં તેમને 4-5 કલાક વધુ ફાળવવા પડતા હતા. પરંતુ હવે પાક્યોંગ એરપોર્ટ ચાલુ થઈ જવાથી મુસાફરોના 4-5 કલાક બચી જશે. તસવીરોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પહાડો પર એરપોર્ટ ઘડવામાં આવ્યું છે. 

નવી દિલ્હી : નોર્થ ઈસ્ટ રાજ્ય સિક્કીમને પોતાનું પહેલુ એરપોર્ટ આખરે મળી ગયું છે. સોમવારે ગંગટોક પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક્યોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. અત્યાર સુધી એરપોર્ટ સુધી તરસતા રહેલા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવુ પડતું હતું. જેમાં તેમને 4-5 કલાક વધુ ફાળવવા પડતા હતા. પરંતુ હવે પાક્યોંગ એરપોર્ટ ચાલુ થઈ જવાથી મુસાફરોના 4-5 કલાક બચી જશે. તસવીરોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પહાડો પર એરપોર્ટ ઘડવામાં આવ્યું છે. 
 

1/7
image

આ એરપોર્ટ ગંગટોકથી અંદાજે 33 કિલોમીટર દૂર છે, અને 201 એકરથી વધુ જમીનમાં ફેલાયેલું છે. તે સમુદ્ર તળથી 4500 ફુટની ઊંચાઈ પર આવેલ પાક્યોંગ ગામથી અંદાજે 2 કિલોમીટર ઉપર એક પહાડીની ચોટી પર બનાવવામાં આવ્યું છે. તેને બનાવવાનો ખર્ચ અંદાજે 605 કરોડ રૂપિયા જેટલો આવ્યો છે.  

2/7
image

સિક્કીમના મુખ્ય સચિવ એ.કે.શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારત-ચીન સીમાથી અંદાજે 60 કિલોમીટર દૂરઆવેલું છે આ એરપોર્ટ,

3/7
image

સિક્કીમના આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી મળી ગઈ હતી અને 9 વર્ષ બાદ તેનું કામ પૂરુ થયું છે. 

4/7
image

201 એકરમાં ફેલાયેલ આ એરપોર્ટમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. આ એરપોર્ટની ખાસિયત એ છે કે, તે અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતના હિસાબે બદલાવ કરીને બનાવવામાં આવ્યું છે. અહીં પર જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ ટેકનિકની સાથે જ સ્લોપ સ્ટેબલાઈઝેશન ટેકનિક પણ લગાવવામાં આવશે.

5/7
image

એરપોર્ટનું ઈન્ટીરિયર બહુ જ સુંદર છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ પર સ્પાઈસજેટને રીજનલ કનેક્ટિવિટી વધારવા માટે ‘ઉડે દેશ કા હર નાગરિક’ સ્કીમ અંતર્ગત ઓપરેશનની પરમિશન મળી છે. જેનું ભાડુ 2600 રૂપિયા છે. 4 ઓક્ટોબરથી સ્પાઈસ જેટ અહીંથી પહેલી ફ્લાઈટ શરૂ કરશે. 

6/7
image

આગામી દિવસોમાં મુખ્ય રનવેની પાસે 75 મીટર લાંબી એક અન્ય પટ્ટીનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં ભારતીય વાયુસેના પોતાના વિમાન ઉતારી શકશે. 

7/7
image

સિક્કીમમાં ફ્લાઈટની સર્વિસ ન હોવાને કારણે લોકો ટુરિસ્ટ્સ આ રાજ્યમાં આવવાનું પસંદ કરતા ન હતા. પરંતુ હવે સિક્કીમના ટુરિઝમમાં પણ વધારો થાય તેવી શક્યતા છે. બાદમાં પાક્યોંગથી ભૂટાન, નેપાળ અને થાઈલેન્ડ સુધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. જેનાથી સિક્કીમ આવવા-જવા માટે 4-5 કલાક જેટલો સમય બચી જશે.