Amitabh Bachchan શા માટે પહેરે છે બબ્બે ઘડિયાળ? જાણો ફિલ્મી સિતારોઓની અજીબ આદતો વિશે

કોઈ પહેરે છે બે ઘડિયાળ તો કોઈ વારંવાર દાંત કરે છે સાફ, જાણો બોલીવુડ સેલેબ્સની અજીબ આદતો વિશેઃ જાહેરમાં તમને સિતારાઓ હંમેશા એકદમ વ્યવસ્થિત અને સારું વર્તન કરતા જોવા મળશે પરંતુ પર્સનલ લાઈફમાં તેઓ આપણા જેવા જ હોય છે. તેમની કેટલીક અજીબ આદતો પણ હોય છે. જેના વિશે લોકોને ખબર નથી હોતી.

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના સિતારાઓ ચમકદમક વાળી દુનિયા અને જિંદગીનું સૌ કોઈને આકર્ષણ હોય છે. સિતારાઓને જાણવા માટે લોકો આતુર હોય છે. જો કે કેટલાક સિતારાઓને અજીબ આદતો પણ હોય છે. જેના વિશે ચાહકોને ખબર નથી હોતી. જાહેરમાં તમને સિતારાઓ હંમેશા એકદમ વ્યવસ્થિત અને સારું વર્તન કરતા જોવા મળશે પરંતુ પર્સનલ લાઈફમાં તેઓ આપણા જેવા જ હોય છે. તેમની કેટલીક અજીબ આદતો પણ હોય છે. ચાલો અમે આજે આપને જણાવીએ તમારા માનીતા સિતારાઓની આવી જ કેટલીક આદતો.

 

 

 

 

સુષ્મિતા સેન

1/5
image

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની ફેન ફોલોઈંગ આજે પણ એટલી જ છે. તેની સ્ટાઈલ, સ્ટાન્સની ચારેકોર ચર્ચા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે સુષ્મિતાના ઘરમાં અજગર છે અને તે પણ પાળેલો. સુષ્મિતાને તો તેના ખુલ્લા ટેરેસમાં નહાવું ખૂબ જ ગમે છે. એના માટે તેણે ટેરેસ પર ખાસ બાથટબ પણ રખાવ્યું છે.

 

 

Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન

સની લિયોની

2/5
image

બોલીવુડની સેન્સેશન સની લિયોની પોતાની અદાઓથી ચાહકોનું દિલ જીતી લે છે. પરંતુ સનીના જીવનની કેટલીક એવી પણ વાતો છે, જે તમે જાણશો તો તેના માટે માન વધી જશે. સની જ્યારે સમય મળે ત્યારે લોકોની મદદ કરવામાં અચકાતી નથી. પરંતુ તેની એક આદત એવી પણ છે જે જાણીને તમે ચોંકી જશો. સની લિયોનીને પોતાના પગથી ખૂબ જ લગાવ છે. એટલે તે દર 10 કે 15 મિનિટે પોતાના પગને ધોતી રહે છે.

 

 

 

 

આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...

પ્રિટી ઝિન્ટા

3/5
image

બોલીવુડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટા પોતાના ડિમ્પલ્સના કારણે ફેમસ છે. 45 વર્ષે પણ તે એટલી જ ખૂબસુરત દેખાય છે. હાલ તે ફિલ્મોમાં તો કામ નથી કરતી પરંતુ આઈપીએલ દરમિયાન તે જોવા મળે છે. પરંતુ તેની પણ એક અજીબ આદત છે. તેને પોતાના બાથરૂમ ખૂબ જ સાફ રાખવા જોઈએ છે. જરા પણ ગંદકી જુએ તો તે ખુદ સાફ કરવા બેસી જાય છે.

 

PHOTOS: ગંદી બાત 2 ની અભિનેત્રી Anveshi Jain ના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી...

આયુષ્માન ખુરાના

4/5
image

રોડીઝથી કારકિર્દી શરૂ કર્યા બાદ બોલીવુડમાં પોતાના ડંકો વગાડનાર આયુષ્માન ખુરાનાને તો સૌ કોઈ જાણે છે. ઈંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ ભણેલ આયુષ્માને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ શું તમને ખબર છે કે આયુષ્માનને ઓરલ હાઈજિન માટે વિશેષ પ્રેમ છે. એક ઈન્ટરવ્યૂમાં આયુષ્માને કહ્યું હતું કે, તે પોતાના દાંતને વારંવાર બ્રશ કરતા રહે છે.

 

Company Logo: કેમ AMAZON ના લોગોમાં નીચે તીર જેવું નિશાન છે? શું કાંકરીયાની ડિઝાઈન અને SBIના લોગોનું છે કોઈ કનેકશન?

અમિતાભ બચ્ચન

5/5
image

સદીના મહાનાયકની એક એવી આદત છે, જે જાણીને ચાહકો ઘણીવાર સવાલ કરે છે. અમિતાભ બચ્ચન બે હાથે લખી શકે છે. જે સારી વાત છે પરંતુ તેઓ બે ઘડીયાળો પહેરે છે. જ્યારે પણ તેમના પરિવારમાંથી કોઈ દેશની બહાર હોય છે, ત્યારે તેઓ બે ઘડિયાળો પહેરે છે. જેમાંથી એક ભારતીય સમય પ્રમાણે હોય છે અને બીજી વિદેશના સમય પ્રમાણે. એટલે કે તેમના પરિવારજનો જે જગ્યાએ હોય તેના સમયનું ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન એક કરતા વધુ મોબાઈલ પણ રાખે છે.

 

આયશાનો આ અંતિમ સંવાદ સાંભળીને જલ્લાદ પણ રડી પડે...જાણો મોતના ઠીક પહેલાં આયશાના મનમાં શું ચાલતું હતું...