ગણેશ ચતુર્થી 2018: આ દિવસે ચંદ્રને જોવો ગણાય છે અશુભ, લાગે છે શ્રાપ

13 સપ્ટેમ્બર ગુરૂવારને આજથી ગણેશ ચતુર્થીના તહેવાર શરૂ થઇ ગયો છે. ગણેશ ચતુર્થીને વિનાયત ચતુર્થી અથવા ગણેશ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

13 સપ્ટેમ્બર ગુરૂવારને આજથી ગણેશ ચતુર્થીના તહેવાર શરૂ થઇ ગયો છે. ગણેશ ચતુર્થીને વિનાયત ચતુર્થી અથવા ગણેશ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના તહેવાર 10 દિવસ ઘણા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ચંદ્રના અર્ધ્ય આપી પૂજા શરૂ થાય છે. ત્યારે ઉત્તર ભારતમાં ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને ન જોવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચતુર્થીના દિવસે ચંદ્રને જોવાથી શ્રાપ લાગે છે.

13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમબર સુધી ગણેશ ચતુર્થીનો તહેવાર

1/10
image

ગણપતિએ તેમના પિતા ભગવાન શંકર પાસેથી વરદાન મળ્યુ હતું કે બધા જ શુભ કર્યામાં પ્રથમ આમંત્રણ તેમને આપવામાં આવશે. આ સાથે ગણેશજીને પ્રથમ નિવેદન ભગવાન પણ કરે છે જે ભક્તોના કષ્ટ એકવારમાં યાદ કરવાથી દુર કરી દેતા હોય છે. 13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમબર સુધી ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે

2/10
image

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણપતિના ભક્તો માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળી રહ્યા છે. જાપાનના લોકો તેમને કોંગિતેનના નામથી ઓળખે છે અને આ ઉપરાંત થાઇલેન્ડ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, અફગાનિસ્તાન, નેપાળ અને ચીનમાં પણ તેમને જુદા-જુદા રૂપોમાં પુજવામાં આવે છે.

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવાય છે

3/10
image

ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. 1893માં લોકમાન્ય તિલકે આ તહેવારને ખાનગીથી સામૂહિક આયોજનમાં ફેરફાર કર્યો હતો. તેમનો ઉદેશ્ય નાત-જાતના વાડાને દુર કરવાનો હતો અને આ વાત અંગ્રેજોની સામે આંદોલનને પ્રોત્સાહન આપવામાં પણ ખૂબ જ કામ આવી હતી.

બીજા દેશમાં પણ બાપાને પૂજવામાં આવે છે

4/10
image

જૂના લોકોના કહેવા અનુસાર પહેલાના સમયમાં ભારતીય કારોબારી મુસાફરી દરમિયાન તેમના સાથે ભગવાન ગણેશની મૂર્તિને સાથે લઇને જતા હતા અને આ રીતે બીજા દેશોમાં પણ બાપ્પાનું આગમન થયું હતું.

આ દિવસ ચંદ્રને જોવા માટે પ્રતિબંધિત છે

5/10
image

તમને જણાવી દઇએ કે જહાં મહારાષ્ટ્રમાં ગણપતિના આગમનને ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ઉત્તર ભારતમાં ગણેશ ચતુર્થીની રાત્રે ચંદ્રને કલંકનો ચંદ્ર ગણાવમાં આવે છે. આ દિવસે ચંદ્રને જોવા માટે પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના ચંદ્રને જોવા પર શ્રાપ લાગે છે.

ગણેશ ચતુર્થીએ ચંદ્રને કલંકનો ચંદ્ર ગણવામાં આવે છે

6/10
image

કિવદંતિયાનું માનીએ તો ચતુર્થીની રાત્રે ગણેશજીને તેમનું પસંદગીનું ભોજન લાડુ અને અને મોદક ખાવા મળ્યા હતા. ગણેશજી ભોજન સ્વાદિષ્ટ હોવાના કારણે પેટ ભરીને જમ્યા હતા અને ભોજન પચાવવા માટે તેઓ વાહન પર ફરવા નીકળી પડ્યા હતા. નાના મુષકરાજ પુરેપુરી શક્તિ લગાવીને તેમને જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ થોડીવાર પછી મુષકરાજનું સંતુલન બગડ્યુ હતું અને ગણપતિ પડી ગયા હતા. ગણપતિને નીચે પડતા કોઇએ જોયું ન હતું પરંતુ ચતુર્થીનો ચંદ્ર તેનું હસવાનું રોકી શક્યો અને મોટેથી હસી પડ્યો હતો.

પ્રથા ચાલી આવી રહી છે કે ચતુર્થીના ચંદ્ર કલંક લાવે છે

7/10
image

ગણપતિ એમપણ નીચ પડવાથી થોડા ગુસ્સે થયા હતા પરંતુ ચંદ્રના હસવાથી આગમાં ઘીનું કામ કર્યું હતું. ગજાનંદે ક્રોધમાં આવીને ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે, જે વ્યક્તિ ચતુર્થીના ચાંદના દર્શન કરશે, તે અપજશનો ભાગીદાર બનશે. ત્યારથી આ પ્રથા ચાલી આવી છે કે ચતુર્થીનો ચંદ્ર કલંક લાવે છે.

ચતુર્થીનો તહેવાર 13 સપ્ટેમ્બર 2018ના રોજ આજથી શરૂ થઇ ગયો

8/10
image

આ વર્ષે ચતુર્થીનો તહેવાર 13 સપ્ટેમ્બર 2018ને આજથી શરૂ થઇ ગયો છે. ત્યારે આ દિવસે પુજા શુભ સમય અને મહુર્ત પર કરવામાં આવે તો દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગણપતિજીનો જન્મ મઘ્યકાળમાં થયો હતો એટલા માટે તેમની સ્થાપના આજ કાળમાં થવી જોઇએ.

પૂજાનો શુભ મહૂર્ત બપોર 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી છે

9/10
image

ગણેશજીની પૂજા વહેલી સવાર, બપોર અને સાંજના કોઇપણ સમયે કરી શકાય છે, પરંતુ ચતુર્થીના દિવસે મધ્યાહન 12 વાગ્યાના સમેય ગણેશ-પૂજા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. મધ્યાહન પૂજાનો સમયે ગણશ-ચતુર્થી પૂજાનું મહુર્તના નામથી જ ઓળખવામાં આવે છે. આ પુજાનું શુભ મહૂર્ત બપોર 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનું હોય છે. ચતુર્થી તિથિ ગુરૂવાર 13 સપ્ટેમ્બરના પૂરા દિવસ રહેશ એટલા માટે ગણેશ જન્મોતસ્વની પૂજા અને સ્થાપના આ દિવસે ક્યારે પણ કરી શકાય છે.

ગણપતિને ભોગ લગાવવામાં આવે છે

10/10
image

ચતુર્થીના દિવસે વહેલી સવારે ઉઠીને સોના, ચાંદી, તાંબુ અને માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ષોડશોપચાર વિધિથી તેમની પૂજા કરે છે. પૂજા પછી ચંદ્રને અર્ધ્ય આપીને બ્રાહ્મણોને દક્ષિણા આપવવામાં આવે છે. આ પૂજામાં ગણપતિને 21 લાડુનો ભોગ લગાવવામાં આવે છે.