Bigg Boss ના સૌથી નખરા કરનાર સ્પર્ધકોની યાદી- See Photos

બિગ બોસના એવા કંટેસ્ટેંટ્સ જેમને બધાના નાકમાં દમ કરી દીધો હતો. 

નવી દિલ્હી: 'બિગ બોસ 14' જલદી જ શરૂ થવાનું છે અને આ વખતે શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. દર્શકોને આતુરતાપૂર્વક સીઝન શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે. શોની દરેક સીઝનમાં કંટેસ્ટેંટ્સ યાદી થોડી ખાસ હોય છે. જોકે અત્યાર સુધી તેનો કોઇ પણ ખુલાસો થયો નથી. પરંતુ જો ગત સીઝન્સની વાત કરવામાં આવે તો કેટલાક કંટેસ્ટેંટ્સ છે જેમણે પોતાની હરકતોથી દર્શકોના નાકમાં દમ કરી નાક્યો હતો, તો બીજી તરફ દર્શક તેમને જોવાનું પણ પસંદ કરતા હતા. આવો જાણીએ કોણ-કોણ સામે છે આ યાદીમાં... 

ડોલી બિંદ્રા

1/5
image

બિગ બોસની સીઝનમાં પોતાની ઉટપટાંગ હરકતો અને વાતો માટે જાણીતી ડોલી બિંદ્રાનું નામ ભૂલી શકાય નહી. ડોલીનો ફેમસ ડાયલોગ 'બાપ પે મત જાના' ખૂબ ફેમસ થયો હતો જેના લીધે લોકોએ તેમને ઓળખવાનું શરૂ કરી દીધું હતું. 

શ્રીસંત

2/5
image

'બિગ બોસ' સીઝન 12ના કંટેસ્ટેંટ શ્રીસંતના એટલા નખરા હતા કે બાકી કંટેસ્ટેંટની સાથે-સાથે દર્શકો પણ તેમની હરકતોથી પરેશાન થઇ ગયા હતા. 

સ્વામી ઓમ

3/5
image

સીઝન 13 ના કંટેસ્ટેંટ સ્વામી ॐ એ પણ લોકોની નાકમાં દમ કરી નાખ્યો હતો. આ વધુ દિવસો સુધી શોના મહેમાન રહી શક્યા નહી. 

પ્રિયંકા જગ્ગા

4/5
image

'બિગ બોસ' સીઝન 10ની કંટેસ્ટેંટ પ્રિયંકા જગ્ગા પણ આ યાદીમાં ખૂબ જાણિતી છે, પ્રિયંકાએ પણ પોતાની વાતો અને હરકતોથી દર્શકોને ખૂબ પરેશાન કરી દીધા. 

સંભાવના સેઠ

5/5
image

'બિગ બોસ'માં આવેલી સંભાવના સેઠથી તો દરેક જણ પરિચિત હશે. સંભાવના સેઠ બીજી સીઝનમાં જોવા મળી હતી. સંભાવના સેઠનો જેટલો ગુસ્સો મશહૂર થયો હતો એટલા જ તેમના નખરા પણ.