Mangalwar ke Upay: જીવનમાં સુખ-શાંતિ અને પ્રગતિ કરવા માંગતા હોવ તો મંગળવારે આ ઉપાય અચૂક કરો

હિન્દુ ધર્મમાં સપ્તાહના તમામ દિવસોને અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે લોકો વ્રત કરીને પવનપુત્રની સેવા કરે છે. કુંડળીમાં મંગળને મજબૂત કરવા માટે પણ મંગળવારનું વ્રત અને બજરંગબલીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ તમે મંગળવારના દિવસે કેટલાક ઉપાયો અજમાવીને જીવનની તમામ પરેશાનીઓમાંથી છૂટકારો પણ મેળવી શકો છો. 

મનોકામના પૂર્તિ માટે

1/5
image

મંગળવારના દિવસે હનુમાન યંત્રની સ્થાપના કરવાથી બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે. 

સુખ શાંતિ માટે

2/5
image

મંગળવારે તુલસીની માળા લઈને 11 વખત રામ નામના જાપ કરો, આમ કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. 

પરેશાનીઓ દૂર કરવા માટે

3/5
image

જીવનમાં આવનારી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરવા માટે દર મંગળવારે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ ચડાવવું જોઈએ. 

ક્રોધ ઓછો કરવા માટે

4/5
image

ક્રોધ એ માણસનો સૌથી મોટો દુશ્મન ગણવામાં આવે છે. અનેકવાર ગુસ્સો કરવાના કારણે તમારા બનેલા કામ બગડતા હોય છે. ગુસ્સો ઓછો કરવા માટે દર મંગળવારે વ્રત રાખીને ભગવાન હનુમાનની આરાધના કરો. 

રોગ મુક્તિ માટે

5/5
image

જો તમે કોઈને કોઈ બીમારીથી પરેશાન રહેતા હોવ તો દર મંગળવારથી સતત 21 દિવસ સુધી હનુમાન બાહુકનો પાઠ કરો. આ માટે ભગવાન હનુમાનની પ્રતિમા સામે સ્વચ્છ આસન પર બેસીને એક પાત્રમાં પાણી રાખો. હનુમાન બાહુકનો પાઠ કર્યા બાદ તે પાણી પી જાઓ.