પીરિયડ શરમની નહીં ગર્વની વાત છે- મિસ વર્લ્ડ માનુષી છિલ્લર PICS

Feb 7, 2018, 01:03 PM IST
manushi chillar says we should not be ashamed of periods
1/6

નવી દિલ્હી પાલિકા પરિષદ તથા મિસ વર્લ્ડ સંગઠનના આપસી સહયોગથી કન્વેન્શન સેન્ટરમાં બ્યુટી વિથ પર્પઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં એનડીએમસી સ્કૂલોના 300થી વધુ સ્ટુડન્ટ્સ અને મહિલા શિક્ષકોની સાથે વાતચીત ક રતા મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લરે કહ્યું કે માસિક ધર્મ અમારી ઓળખ છે અને ગર્વની વાત છે.

manushi chillar says we should not be ashamed of periods
2/6

આ એક પ્રાકૃતિક છે અને સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. આ માટે કોઈ પણ પ્રકારની શરમ મહેસૂસ કરવાની જરૂર નથી. જરૂરી એ છે કે આપણે તેની સાથે સંલગ્ન સ્વચ્છતાનું નિયમિતપણે ધ્યાન રાખીએ. વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સ્તર ઉપર પણ તેના માટે ફક્ત સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. 

manushi chillar says we should not be ashamed of periods
3/6

વિદ્યાર્થીનીઓએ સીધે સીધા છિલ્લર સાથે પેડ સંબંધિત વાતો શેર કરી અને આ મામલે ખુલીને વાત રજુ કરવાની અપીલ કરી. મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લરે કહ્યું કે સેનેટરી પેડને લઈને યુવતીઓ તથા મહિલાઓ જેટલુ ખુલીને વાત કરશે તેટલી જ માહિતીનો પ્રસાર થશે. 

manushi chillar says we should not be ashamed of periods
4/6

આ દ્વારા આપણે સ્વચ્છ ભારતની સ્વચ્છ નારીનું નિર્માણ કરી શકીશું. જ્યૂટથી બનેલા ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ સૌથી સારા છે. જ્યૂટ વિશ્વભરમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે પ્રાકૃતિક તંતુઓથી બનેલા છે આથી પર્યાવરણ માટે પણ લાભદાયી છે. 

manushi chillar says we should not be ashamed of periods
5/6

નવી દિલ્હી દેશનું હ્રદય હોવાની સાથે સાથે ભારત સરકારનું પ્રમુખ પ્રશાસનિક, ન્યાયિક અને વિધાયી સ્થળ પણ છે. આજનો આ ક્રાંતિકારી સંદેશ જેટલો વધુ લોકો સુધી પહોંચશે સમજામાં પીરિયડ સંબંધિત ભ્રામક માન્યતાઓ અને શરમ એટલી ઝડપથી ઘટશે. 

manushi chillar says we should not be ashamed of periods
6/6

કાર્યક્રમમાં વિશ્વ સુંદરી 2016 સટેફિની ડેલ વેલી, વિશ્વસુંદરી (યુરોપ) જયના હિલ(ઈંગ્લેન્ડ) ઉપરાંત અન્ય દેશોની વિશ્વ સુંદરીઓ પણ ઉપસ્થિત રહી હતી.