આ છે બિગ બોસ 12ના કંટેસ્ટેંટ અનૂપ જલોટાની 28 વર્ષીય હોટ ગર્લફ્રેન્ડ, જુઓ Photo

ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીન મથારૂએ જાહેરમાં તેમના રિલેશનશિપનો સ્વીકાર કરતા બધા આશ્ચર્યથી જોતા રહી ગયા હતા.

બિગ બોસ 12ના શરૂ થતા જ સોશિયલ મીડિયામાં એક જોડી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. આ જોડી ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ છે. શોમાં આવ્યા પછી મંચ જ્યારે અનૂપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડે જાહેરમાં તેમના રિલેશનશિપનો સ્વીકાર કરતા બધા આશ્ચર્યથી જોતા રહી ગયા હતા. અનુપ જલોટા અને જસલીન મથારૂ ગત ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે અને એક-બીજાને પ્રેમ કરે છે. આમ તો દર્શકોને આ વિચિત્ર જોડીમાં કંઇ ખાસ રસ દાખવ્યો ન હતો, પરંતુ તેનો ફાયદો શોને જરૂર મળશે. જસલીન અને અનૂપ જલોટાની વચ્ચે 37 વર્ષનો ફર્ક છે. અનૂપની ઉંમર 65 વર્ષ છે ત્યારે જસલીન 28 વર્ષની છે. એવામાં આ બધા સમાચાર વચ્ચે દર્શકો જાણવા માટે ઉત્સુક છે કે જસલીન કોણ છે. તે ક્યાંથી આવી છે અને શું કરે છે, કેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તો ચલો અમે તમને જણાવીએ છે તેના સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

જસલીન મથારૂ

1/8
image

જસલીન એક સિંગર છે અને તે ઘણા સમયથી અનૂપ જલોટા સાથે સંગીતનું શિક્ષણ લઇ રહી હતી. જસલીને જણાવ્યું હતું કે અનૂપ જલોટાની પાસે સંગીત સીખતી હતી ત્યારે તેને પોતાના ગુરૂ સાથે પ્રેમ થઇ ગયો હતો અને હવે તે બંને સાથે છે. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

પંજાબી પરિવારમાંથી આવે છે જસલીન મથારૂ

2/8
image

પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવતી જસલીનનો જન્મ મુંબઇમાં થયો હતો. બાળપણમાં જ સંગીતનો શોખ હતો અને તેણે સંગીત સીખવાનું શરૂ કર્યું હતું. જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે પોતાની કોલેજમાં બેસ્ટ ફીમેલ સિંગર તરીકે પુરસ્કાર જીત્યો હતો. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

આ સિંગર્સની સાથે કર્યુ છે કામ

3/8
image

જસલીને ઘણા જાણીતા સિંગર્સ સાથે કામ કર્યુ છે. જેમાં મીકા સિંહ, સુખવિંદર સિંહ, અમજદ ખાન જેવા સિંગર્સની સાથે તે સ્ટેજ કામ કર્યું છે. બિગ-બોસ 12માં આવ્યા પછી તે પોતાના હુનરનો જલવો દેખાડ્યો હતો. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

સમૃદ્ધ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે જસલીન

4/8
image

જસલીન એક સમૃદ્ધ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. બાળપણથી તેના માતા-પિતાએ તેના બધા જ શોખ પૂરા કર્યા છે. શોમાં આવ્યા પછી જસલીને ખુલાસો કર્યો હતો કે તેણે હજુ સુધી તેના પરિવારથી તેના અને અનૂપ જલોટાના સંબંધને ગુપ્ત રાખ્યો હતો, પરંતુ શોમાં આવ્યા પછી હવે તેના પરિવારને તેમના સંબંધ વિશે ખબર પડી ગઇ હશે. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

ડાયરેક્ટર છે જસલીનના પિતા

5/8
image

જસલીનના પિતા કેસર મથારૂ ડાયરેક્ટર છે. જ્યારે તેનો ભાઇ કંવલજીત એક્ટર અને પ્રોડ્યૂસર છે. જસલીનનો ઘણા સમય પહેલા એક આલબમ પણ આવી ચુક્યો છે. જેને તેના પિતાએ ડાયરેક્ટ કર્યો હતો. love day love day નામના આ આલબમમાં જસલીને ડેબ્યૂ કર્યું હતું. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

અનૂપ જલોટા કરી ચુક્યો છે 3 લગ્ન

6/8
image

ભજન સમ્રાટ અનૂપ જલોટા જસલીનની સાથે રિલેશનમાં આવ્યા પહેલા 3 લગ્ન કરી ચુક્યો છે. અનૂપની પહેલી પત્ની ગાયિકા સોનાલી સેઠ હતી, બીજી બીના ભાટિયા અને ત્રીજી પૂર્વ વડાપ્રધાન આઇ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ હતી. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

પરિવારથી ગુપ્ત નથી રાખવા માંગતા સંબધની વાત

7/8
image

જસલીને જણાવ્યું હતું કે, તેઓ અત્યારે આ સંબધને દુનિયા સામે લાવવા માટે તૈયાર ન હતા, પરંતુ હવે તેમને આનાથી કોઇ સમસ્યા નથી. જસલીનના પરિવાર માટે આ સમાચાર કોઇ શોકથી ઓછું નથી, પરંતુ હવે તે તેના પરિવારથી આ વાતને ગુપ્ત રાખવા માંગતી નથી. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)

બિગ-બોસ 12

8/8
image

જસલીને જણાવ્યું હતું કે, એકસાથે વધુ સમય મળતો ન હતો જેના કારણે જસલીન અને અનૂપ જલોટા પહેલા ગુપ્ત રીતે મળતા હતા, પરંતુ બિગ-બોસમાં આવ્યા પછી, તેમની પાસે પ્રેમ સાથે સમય પસાર કરવા માટે પૂરતો સમય હશે. શો આવ્યા પછી અમને આ પણ જાણવા મળશે કે અમે એક-બીજા સાથે આ રિલેશનશિપ ચલાવી શકીએ કે નહીં. (ફોટો સાભાર: instagram/jasleenmatharu)