TV Actress: લગ્ન બાદ આ અભિનેત્રીઓએ છોડી દીધી ગ્લેમરની દુનિયા, હવે કરે છે પરિવારજનોની સેવા

TV Actress Left Acting: ટીવી જગતમાં એવી ઘણી હસીનાઓ છે, જે પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે. કેટલીક અભિનેત્રીઓ કરિયર માટે ગમે તે કુરબાન કરવા તૈયાર હોય છે પરંતુ કેટલીક એવી હોય છે જે પોતાના અંગત જીવન માટે કરિયરની કુરબાની આપી દે છે. 

1/5
image

'યે હે મોહબ્બતે' ફેમ મિહિકી વર્માનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. લગ્ન બાદ મિહિકા વર્માએ મુંબઈ અને એક્ટિંગ બંનેને અલવિદા કહાવાનું યોગ્ય સમજ્યું. થોડા સમય બાદ મિહિકાએ ટીવી જગતમાં વાપસી કરવાનું વિચાર્યું હતું પરંતુ પ્રેગનેન્ટ થયા બાદ અભિનેત્રીએ ખુદને હાઉસ વાઇફ બનાવી લીધી. 

2/5
image

નારાયણ શાસ્ત્રી મુંબઈથી ગોવા શિફ્ટ થઈ ચુકી છે. તમે જાણીને ચોંકી જશો કે નારાયણ શાસ્ત્રીએ મુંબઈની ટ્રાફિકથી પરેશાન થઈને આ નિર્ણય લીધો હતો. પરંતુ નારાયણ શાસ્ત્રી મુંબઈની રહેવાસી છે. નારાયણ શાસ્ત્રીએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેની કમાલની એક્ટિંગને કારણે ઘણા લોકો તેના ફેન હતા પરંતુ તેણે અચાનક એક્ટિંગની દુનિયા છોડવાનું મન બનાવી લીધુ હતું. 

3/5
image

પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી શ્વેતા સાલ્વે મુંબઈને હંમેશા માટે અલવિદા કહી ચુકી છે. થોડા સમય પહેલા પતિની સાથે શ્વેતા સાલ્વે ગોવા શિફ્ટ થઈ છે. તે લગ્ન બાદ પોતાના પરિવાર પર ધ્યાન આપવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે શ્વેતાને એક પુત્રી પણ છે. તે ગોવામાં પોતાનો બિઝનેસ ચલાવે છે. 

4/5
image

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સ્ટાર મોહિના કુમારી સિંહ (Mohena Kumari Singh) મુંબઈથી ઉત્તરાખંડ શિફ્ટ થઈ ચુકી છે. લગ્ન બાદ મોહિના કુમારી સિંહે પોતાના સાસરિયાને પોતાની દુનિયા બનાવી લીધી છે. તમને જણાવી દઈએ કે મોહિના રીવાના રાજાની પુત્રી છે અને તેના લગ્ન નેતા સતપાલ સિંહ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે થયા છે.

5/5
image

જાણીતા ટીવી શો 'સાથ નિભાના સાથિયા'માં રાશિના રોલમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી રૂચા ટીવીની દુનિયાથી ગાયબ થઈ ચુકી છે. લગ્ન બાદ રૂચા હસબ્નિસે મુંબઈ છોડી દીધુ અને પોતાના પતિની સાથે લગ્નજીવન જીવી રહી છે.