માઉન્ટ આબુમાં ગાત્રો થીજવે તેવી ઠંડી, માઈનસમાં ગયું તાપમાન, જુઓ PHOTOS
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 4-5 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વર્તાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં બે દિવસ પહેલા તાપમાન માઇનસ ડીગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ હતી જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે પણ માઉન્ટઆબુમાં માઈનસ 2 ડીગ્રી જેટલું તાપમાન રહેતા લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે.
હજુ 3 દિવસ સુધી કોલ્ડવેવ રહેશે. સુસવાટા મારતા પવનના કારણે જનજીવનને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઠંડીના કારણે એક મહિલાના મોતના પણ અહેવાલ છે.
ઠંડીના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતીઓમાં અતિ પ્રિય એવા પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસમાં નોંધાયો. માઉન્ટ આબુમાં સતત ઘણા દિવસોથી તાપમાનનો પારો માઇનસમાં નોંધાયો છે.
હિલ સ્ટેશનમાં પારો ગગડતા અસામાન્ય ઠંડી વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબુમાં પાણીની સપાટી ઉપર પણ બરફ જામી ગયો છે.
વહેલી સવારે ઠંડીથી રાહત મેળવવા માટે લોકોએ ચ્હાની ચુસ્કીની મજા માણી હતી. માઇન્ટ આબુમાં પારો માઇનસ 2 ડિગ્રીએ નોંધાયો છે.
Trending Photos