મોંઘેરી કારોમાં ફરતા મુકેશ અંબાણીએ ઓર્ડર આપીને બનાવડાવી આ બે બાઈક, કારણ જાણવા માટે કરો ક્લિક

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની સુરક્ષામાં બે બાઈકનો પણ સમાવેશ કર્યો છે. તેમને હાલમાં જ કસ્ટમ બિલ્ટ પોલીસ મોટરસાઈકલ મળી છે. આ મોટરસાઈકલ તેમની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે. રોયલ એનફિલ્ડ બુલેટ ઈલેક્ટ્રાને રોડ રેઝ કસ્ટમ બિલ્ડ્સે કસ્ટમાઈઝ કરીને ખાસ મુકેશ અંબાણી માટે તૈયાર કરી છે. મુકેશ અંબાણી તરફથી મંગાવવામાં આવેલી આ બે મોટરસાઈકલો તેમની સિક્યોરિટીમાં સામેલ બે પોલીસકર્મીઓને આપવામાં આવશે.

1/5
image

ઓટો વેબસાઈટ ડ્રાઈવસ્પાર્કના જણાવ્યાં મુજબ અંબાણી દ્વારા અપાયેલા ઓર્ડર પર બનાવવામાં આવેલી આ મોટરસાઈકલ્સને બે પોલીસ અધિકારીઓને આપવામાં આવશે. આ અધિકારીઓ તેમની સુરક્ષાનો હિસ્સો છે. આ બંને બાઈક્સ રોયલ એનફિલ્ડ બુલેટ ઈલેક્ટ્રા છે. જેને રેઝ કસ્ટમ બિલ્ડ્સે અંબાણીની સિક્યોરિટી માટે કસ્ટમાઈઝ્ડ  કરી છે. ( તસવીર-સાભાર ડ્રાઈવસ્પાર્ક)

2/5
image

આ મોટરસાઈકલ્સની ફ્રન્ટમાં મોટા પ્રોટેક્ટિવ વિઝર લગાવવામાં આવ્યાં છે. જે પોલીસકર્મીઓને સંપૂર્ણ પ્રોટેક્શન આપે છે. મોટરસાઈકલ્સની પાછળની બાજુ પેનીયર્સ લગાવવામાં આવેલા છે. આ સાથે જ એડિશનલ સ્ટોરેજ માટે ટોપ બોક્સ લગાવવામાં આવ્યું છે. (તસવીર-સાભાર ડ્રાઈવસ્પાર્ક)

3/5
image

બંને બાઈક્સને ઓફ વ્હાઈટ કલરથી કલર કરવામાં આવ્યો છે. જેમાં વાદળી અને પીળી ચેક સ્ટ્રિપ આપવામાં આવી છે. બંને બાઈક્સના બોડી પર પોલીસ લખવામાં આવ્યું છે. જ્યારે ફ્રન્ટ અને બેક સાઈટ પર પોલીસ બીકન (લાઈટ્સ) લગાવેલી છે. (તસવીર સાભાર-ડ્રાઈવસ્પાર્ક)

4/5
image

રિપોર્ટ મુજબ દેશના સૌથી અમીર બિઝનેસમેનને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મળેલી છે. આ કેટેગરીમાં કુલ 22 સુરક્ષાકર્મીઓ સામેલ છે. જેમાં પોલીસ અને ચારથી પાંચ એનએસજી કમાન્ડો તેમની પર્સનલ સિક્યોરિટીમાં રહે છે. (તસવીર-સાભાર ડ્રાઈવસ્પાર્ક)

5/5
image

મુકેશ અંબાણી પાસે બે બુલેટપ્રુફ કાર પણ છે. જેમાં એક આર્મડ BMW 760Li અને બીજી મર્સિડિઝ બેન્ઝ S660 ગાર્ડ છે. મુકેશ અંબાણી હંમેશા આ બે કારોમાંથી એકમાં જતા હોય છે. કારની ચારેબાજુ અને તેમની પર્સનલ સિક્યોરિટીથી તેઓ ઘેરાયેલા રહે છે. (તસવીર-સાભાર ડ્રાઈવસ્પાર્ક)