BIG BOSS ફેઈમ NIKKI TAMBOLI ફરી આવી ચર્ચામાં, જુઓ કોની સાથે કરી રહી છે ડેટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બિગ બોસની સિઝન- 14માં રૂબિના દિલેક ભલે વિજેતા બની હોય પરંતું કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીએ પણ તેની ખૂબસુરતી, બોલ્ડ અદા અને તેના મસ્તીભર્યા અંદાજના કારણે લાખો દર્શકોના દિલ જીત્યા. બિગ બોસની સિઝનમાં પણ નિક્કી તંબોલીનું નામ કુમાર સાનુના પુત્ર જાન સાનુ, રાહુલ વૈદ્ય અને એલી ગોની સાથે જોડાયું. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ નિક્કી સોશિયલ મીડિયામાં અવારનવાર તેના ગ્લેમરસ ફોટા શેર કરે છે. આ વખતે નિક્કી તંબોલી બોલિવુડની ફેમસ સિંગરના ભાઈને કરી રહી છે ડેટ.

 

 

ગાયિકા નેહા કક્કરના ભાઈ ટોની કક્કરને ડેટ કરે છે નિક્કી

1/4
image

નિક્કી તંબોલી યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય ગાયિકા નેહા કક્કરના ભાઈ ટોની કક્કરને ડેટ કરી રહી હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. નેહા કક્કરના ભાઈ ટોની કક્કર પણ એક પછી એક ગીતો લોન્ચ કરે છે. ટોની કક્કરની હાલમાં નિક્કી તંબોલી સાથે નજદીકી વધી છે. સૂત્રોની માહિતી મુજબ નિક્કી તંબોલી ટોની કક્કરને ડેટ કરી રહી છે.

નિક્કી તંબોલી-ટોની કક્કર ડેટ કરતા હોવાની ચર્ચા

2/4
image

બોલિવુડ રિપોર્ટસ અનુસાર નિક્કી તંબોલી અને ટોની કક્કર હાલ ઈન્ડસ્ટ્રીના નવા કપલ છે. નિક્કી તેનો મ્યુઝિક વીડિયો ટોની કક્કર સાથે બનાવી રહી છે. નિક્કી તંબોલી ટોની કક્કરના જૂના ગીત પર ડાન્સ કરતી હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયો હતો. નિક્કી તંબોલીએ ટોની કક્કરના ફોટા પર એક કોમેન્ટ કરી જેને લઈ સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા. નિક્કીએ કોમેન્ટમાં લખ્યું- 'ઈતની ક્યૂટ ક્યોં હો?'

નિક્કી અને ટોની એકબીજા પર વરસાવી રહ્યા છે પ્રેમ

3/4
image

ઘણા દિવસોથી નિક્કી તંબોલી અને ટોની કક્કર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના ફોટા શેર કરી રહ્યા છે.બંને એકબીજાના ફોટા પર પણ ઘણી કોમેન્ટ કરતા હોય છે. બંનેએ હજી સંબંધનો સ્વીકાર કર્યો નથી

મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહી છે નિક્કી

4/4
image

બિગ બોસ સિઝન 14ની ફાઈનલિસ્ટ નિક્કી તંબોલી શોમાંથી બહાર આવ્યા બાદ મ્યુઝિક વીડિયોના શુટિંગમાં વ્યસ્ત છે. નિક્કી તંબોલીએ તેનો પહેલો મ્યુઝિક વીડિયો 'બર્થ ડે પાવરી' જાણીતા મ્યુઝિક કમ્પોસર મીત બ્રધર્સ સાથે બનાવ્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ લોકપ્રિય રહ્યો. બિગ બોસ પહેલા નિક્કી તંબોલી કેટલીક સાઉથની ફિલ્મોમાં જોવા મળી હતી.