1950 માં અમદાવાદમાં લાગ્યો હતો જનતા કર્ફ્યુ, જાણો ક્યાંથી આવ્યો હતો આ કોન્સેપ્ટ

અમદાવાદ: 22 માર્ચ 2020 ભારતના ઇતિહાસનો તે દિવસ હતો, જ્યારે લોકોની આંખ ખુલી તો આસપાસ સન્નાટો છવાયેલો હતો. ના ટ્રાફિક, ના તો મશીનોની ધક ધક, ના તો ઓફિસ જવાની ઉતાવળ અને ના તો કોઇપણ પ્રકારની વ્યવસ્થાની જરૂર. પરિવારના લોકોએ ત્યારે પણ રોજિંદા કામો પતાવી દીધા, બેચરલ અને એકલા રહેતા લોકો તો આખો દિવસ સુઇને ઉઠ્યા પછી પણ આખો દિવસ પથારીમાં પડ્યા રહ્યા. પરંતુ આ કોઇ મોટા આરામ અને ખુશીનો દિવસ ન હતો. આ દિવસ ડરથી ભરેલો હતો. આ દિવસ હતો જ્યારે ખાલી પથારીમાં વ્યક્તિ એ પણ વિચારી રહ્યો હતો કે આગળ શું થશે? આગળ શું થવાની છે. શું બધુ ખતમ થઇ જશે. શું તબાહી??? આ દિવસ હતો જનતા કર્ફ્યુનો. 

આજે જનતા કર્ફ્યુને એક વર્ષ પૂર્ણ

1/6
image

આજે આ જનતા કર્ફ્યુને એક વર્ષ પુરૂ થઇ રહ્યું છે. 19 માર્ચ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધિત કરી. તેમનું આ સંબોધન દેશમાં ધીમે ધીમે ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને લઇને આવ્યા હતા. આ દરમિયાન જ લોકોને પહેલીવાર એક નવો શબ્દ સાંભળવા મળ્યો- જનતા કર્ફ્યુ. કર્ફ્યુ કોઇ નવો શબ્દ ન હતો. પરંતુ જનતાની સાથે તેને જોડવો પોતાનામાં નવો હતો. 

પીએમ મોદીએ આપ્યું હતું સંબોધન

2/6
image

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું 'આ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, તમામ દેશવસીઓએ, જનતા કર્ફ્યુનું પાલન કરવાનું છે. જરૂરી ન હોય તો ઘરમાંથી બહાર ન નિકળો. આપણો આ પ્રયત્ન, આપણા આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતિક હશે. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુની સફળતા, તેના અનુભવ, આપણને આગામી પડકારો માટે પણ તૈયાર કરશે. 

ક્યાંથી આવ્યો જનતા કર્ફ્યુ

3/6
image

જનતા કર્ફ્યુ ક્યાંથી આવ્યો. તેનો જવાબ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજની પેઢી તેનાથી પરિચિત નહી હોય. પરંતુ જૂના જમાનામાં જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાતી હતી, તો ગામડામાં બ્લેક આઉટ કરવામાં આવતો હતો. જૂના જમાનામાં તે બ્લેકઆઉટનો ઉલ્લેખ કરતાં આગળ કહ્યું કે ઘરના કાચ પર કાગળ લગાવવામાં આવતા હતા. લાઇટ બંધ કરી દેવામાં આવતા હતા. લોકો પહેરો આપતા હતા. હું આજે દરેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માંગી રહ્યો છું. ભારતના ઇતિહાસમાં જનતા કર્ફ્યુ કોઇ નવી વાત નથી. 

ગુજરાત આંદોલન સમયનો નજારો

4/6
image

જનતા કર્ફ્યુ જેવો નજારો ભારત એક આંદોલન જોઇ ચૂક્યું છે. જૂના લોકો પાસે બેસીએ તો તે જૂના જમાનાની ઘણી વાતો કહે છે. તેમાં એ પણ સામેલ છે કે જ્યારે અંગ્રેજ ઓફિસર કોઇ ગામમાં પહોંચતા હતા તો ત્યાં બારી-બારણા બંધ કરી દેવામાં આવતા હતા. હડતાલ દરમિયાન પણ બજાર બંધ, શટર પડેલા જેવા તમામ નજારા લોકોએ બાળપણથી જોયા છે. ઠીક એવું જ થયું ગુજરાત આંદોલનમાં. 

અમદાવાદમાં લાગ્યો હતો જનતા કર્ફ્યુ

5/6
image

વર્ષ 1950માં ઇંદુલાલ યાજ્ઞિકએ જનતા કર્ફ્યુ ની શરૂઆત કરી હતી. ઇંદુલાલ યાજ્ઞિક મહા ગુજરાત આંદોલનના મોટા નેતા હતા. તે અલગ ગુજરાત રાજ્યની માંગને લઇને થયેલા જોરદાર આંદોલનના સૂત્રધાર હતા. તે સમયે કેન્દ્ર અને તત્કાલીન મુંબઇ સરકારે આંદોલનને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ ઇંદુલાલે પોતાની લોકપ્રિયતાના બળ પર અમદાવાદમાં જનતા કર્ફ્યુ લગાવી દીધ હતો. તે સમયે અમદાવાદમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ અને મુંબઇના મુખ્યમંત્રી મોરારજી દેસાઇની રેલીઓ હતી. સભાઓમાં જવા માટે જનતા કર્ફ્યુ લાગ્યો હતોવાથી જનતા પોતાના ઘરમાંથી બહાર નિકળી ન હતી અને કંઇક આ રીતે અલગ ગુજરાતની માંગ સ્વિકારી લેવામાં આવી. 

ક્યાંથી આવ્યો કરર્ફ્યુનો કોન્સેપ્ટ

6/6
image

ભાષાને કર્ફ્યુ શબ્દ ફ્રેંચ ભાષાના જૂના શબ્દ couvre-feu થી મળ્યો છે. તેનો અર્થ આગળને ઢાંકવું એવો અર્થ થાય છે. ઇગ્લીંશમાં તેને curfeu કહેવામાં આવ્યું જે મોર્ડન ઇંગ્લિશમાં curfew થઇ ગયું. 1066 થી 1087 સુધી ઇંગ્લેન્ડના રાજા હતા  William The Conqueror. તે સમયગાળામાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો જેને curfeu ના નામે બોલાવવામાં આવતો હતો. તે દિવસોમાં મોટાભાગે લાડકાના બનેલા મકાનોમાં ભયંકર આગ લાગી જતી હતી. તેને રોકવા માટે તે કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો. તે કાયદા અનુસાર 8 વાગ્યાની ઘંટડી વાગ્યા પછી બધા પ્રકાશ અને આગને ઓલવી દેવાની હતી જેથી આગ ન લાગે. ત્યારે ચર્ચની ઘંટડી વગાડીને આદેશની જાણકારી આપવામાં આવતી હતી.