આ રેલવે ટ્રેક પર જીવના જાખમે લોકો લઇ રહ્યાં છે સેલ્ફી

તમને જાણીને આશ્ચર્ય થશે કે હનોઇના ઓલ્ડ ક્વોર્ટરમાં રેલવે ટ્રેક પર ઉભા રહીં લોકો સેલ્ફી લેવાનો ટ્રેન્ડ બની ગયો છે. અહીં સુધી કે આ રેલવે ટ્રેક એક ટૂરિસ્ટ સ્પોર્ટ બની ગયું છે.

સેલ્ફીના શોખ કોઇપણ માણસ પાસેથી ન કરાવવાનું કરાવી નાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હનોઇના ઓલ્ડ ક્વોર્ટરમાં રેલવે ટ્રેક પર ઉભા રહીં લોકો સેલ્ફી લેવાનો ટ્રેન્ડ બની ગયો છે. અહીં સુધી કે આ રેલવે ટ્રેક એક ટૂરિસ્ટ સ્પોર્ટ બની ગયું છે. તેની આસપાસ કેફ અને બીયર બારની ઘણી બધી દુકાનો પણ આવેલી છે.

કોઇપણ સમયે પસાર થઇ શકે છે ટ્રેન

1/8
image

તમે આ ના વિચારતા કે આ ટ્રેક પર ટ્રેન આવતી નથી, આ ટ્રેકનો હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પર્યટકો જીવના જોખમે અહીંયા સેલ્ફી લઇ રહ્યાં છે. કોઇપણ સમયે આ સાંકળા ટ્રેક પરથી ટ્રેન પસાર થઇ શકે છે. પરંતુ ઘણા લોકોને પાછળથી સ્પીડમાં આવતી ટ્રેન વધુ રોમાંચક લાગે છે.

આ એક ભયાનક અનુભવ પણ છે

2/8
image

ઓસ્ટ્રેલિયાના ટૂરિસ્ટ માઇકલ રિચાર્ડ્સે જણાવ્યું કે, આ અદ્ભુત હોય છે પરંતુ કેટલાક પાસાઓમાં આ એક ભયાનક અનુભવ પણ છે. ટ્રેનનું આટાલું નજીક હોવું એક ભાવુક કરનારો અનુભવ હોય છે.

ફ્રાંસના શાસન કાળમાં બનાવવામાં આવ્યો હતો ટ્રેક

3/8
image

આ ટ્રેન સૌથી પહેલા ફ્રાંસના શાસન કાળમાં બનાવવામાં આવ્યો હતો જે વિયેતનામમાં વસ્તુ લઇ જવામાં રેલવેનો ઉપયોગ કરતા હતા.

અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલો

4/8
image

વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલામાં આ રેલવે ટ્રેક મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.

પર્યટકો કરી રહ્યાં છે ટ્રેક પર ફોટોગ્રાફી

5/8
image

આજે પણ લોકો આ માધ્યમનો ઉપયોગ કરે છે પરંતુ ગત કેટલાક વર્ષોથી હનોઇ આવનારા પર્યટકો દ્વારા કરવામાં આવતી ફોટોગ્રાફીની અસંખ્ય સંભાવનાઓ જોવા મળી રહી છે.

લોકો ટ્રેન ટ્રેકની ખુબજ નજીક વસવાટ કરે છે

6/8
image

હોંગકોંગના પર્યટક એડવર્ડ તસિમે જણાવ્યું કે, આ ખરેખરમાં એક સુંદર અનુભવ છે. બાલ્કનીમાંથી નીચે પડતા ફુલ અને એકબીજા સાથે જોડાયેલી બિલ્ડિંગો... તમે જોઇ શકો છો કે લોકો ટ્રેન ટ્રેક્સની ખુબજ નજીક વસવાટ કરી રહ્યાં છે.

ટ્રન આવતા જ લોકો ટ્રેકનો રસ્તો ખાલી કરી દે છે

7/8
image

જ્યારે પણ દુરથી આવતી ટ્રેન જોવા મળે છે, ત્યારે બધા લોકો ટ્રેકનો રસ્તો ખાલી કરી દે છે અને આ પળને કેમેરામાં કેદ કરવા માટે પોતાના ખીસ્સામાંથી ફોન બહાર કાઢે છે.

જ્યારે ટ્રન આવે છે તો તમને લાગે છે કે રાહ જાવાનું વ્યર્થ નથી ગયું

8/8
image

બ્રિટિશ પર્યટક પોલ હાર્ડિમને જણાવ્યું કે, આ એક એવો અનુભવ છે જ્યારે તમે ક્રિસમસની રાહ જોઇ રહ્યા હોય, અને જ્યારે ટ્રન આવે છે તો તમને લાગે છે કે રાહ જાવાનું વ્યર્થ નથી ગયું.