Photos: દીવ જતા આ વાતનું ધ્યાન જરૂર રાખો, નહિ તો પસ્તાવાનો વારો આવશે

 લોકો જ્યારે બહાર ફરવા નીકળે છે ત્યારે તે સ્થળ સાથે પોતાની સેલ્ફી લેવાનું ચૂકતા નથી. પરંતુ કેટલીક જોખમી જગ્યા પર ઉભા રહીને સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા છતા લોકો સમજતા નથી, અને સેલ્ફીના લ્હાવામાં ગમે તે સ્થળે સેલ્ફી લેતા હોય છે. 

રજની કોટેચા/દીવ : લોકો જ્યારે બહાર ફરવા નીકળે છે ત્યારે તે સ્થળ સાથે પોતાની સેલ્ફી લેવાનું ચૂકતા નથી. પરંતુ કેટલીક જોખમી જગ્યા પર ઉભા રહીને સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા છતા લોકો સમજતા નથી, અને સેલ્ફીના લ્હાવામાં ગમે તે સ્થળે સેલ્ફી લેતા હોય છે. 
 

1/4
image

આજકાલ સેલ્ફી લેવાનો જમાનો આવ્યો છે. લોકો વિવિધ પ્રકારની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. વિદેશોમાં પણ સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો અવનવા કરતબ કરતા જોવા મળે છે. પરંતુ સેલ્ફી ક્યારેક જોખમી પણ બની શકે છે. 

2/4
image

ક્રિસમસના તહેવારોના મિની વેકેશનમાં દીવમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને લોકો પોતાની યાદગીરી માટે ફોટા અને સેલ્ફી લેતા જોવા મળે છે. પરંતુ દીવના પ્રખ્યાત કિલ્લાની ઉપર જઈને લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. 

3/4
image

ભૂતકાળમાં બે બનાવોમાં સેલ્ફીના ચક્કરમાં 2 યુવાનો કિલ્લાની ઉપરથી દરિયામાં પડ્યા હતા અને તેમના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ દરિયાના મોજા વચ્ચે પણ રિસ્કી રીતે સેલ્ફી લેતા લોકોનું ધ્યાન સેલ્ફીમાં હોય છે, પરંતુ અચાનક મોટા મોજાથી તે લોકો અજાણ હોય છે.

4/4
image

ગત ચોમાસામાં જ રાજસ્થાનના 4 યુવાનો સેલ્ફીના ચક્કરમાં ડૂબ્યા હતા. ત્યારે યાદગાર પળોને મોબાઈલમાં કેદ કરવી સારી વાત છે. પરંતુ તે જાનના જોખમે કરવી તે યોગ્ય નથી. ત્યારે સ્થાનિક લોકોની પણ માંગ છે કે સેલ્ફી માટે ના બેનરો મૂકી ને લોકો ને જાગૃત કરાય.