ભારતમાં લોંચ થશે 3 ટાયરવાળું સ્કૂટર, જુઓ ખાસિયતો
ફ્રાંસની સૌથી મોટી વાહન નિર્માતા ઓટોમોબાઇલ કંપની પ્યૂગેટ (Peugeot) ટૂંક સમયમાં સૌથી હાઇટેક સ્કૂટર લોંચ કરશે. કંપની પોતાના લોકપ્રિય મેટ્રોપોલિસનું ડાઉન-સાઇઝ વર્જન ભારતમાં ઉતારી શકે છે.
Peugeot Metropolis soon to launch 400cc Scooter In India
ફ્રાંસની સૌથી મોટી વાહન નિર્માતા ઓટોમોબાઇલ કંપની પ્યૂગેટ (Peugeot) ટૂંક સમયમાં સૌથી હાઇટેક સ્કૂટર લોંચ કરશે. કંપની પોતાના લોકપ્રિય મેટ્રોપોલિસનું ડાઉન-સાઇઝ વર્જન ભારતમાં ઉતારી શકે છે. આ સ્કૂટરને Peugeot Metropolis 400 નામ આપવામાં આવ્યું છે. જોકે, Peugeot Metropolis 400 ને બીજા દેશોમાં લોંચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ સ્કૂટર મહિંદ્વા સાથે ભાગીદારીમાં લોંચ કરવામાં આવશે.
Peugeot Metropolis soon to launch 400cc Scooter In India
આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તેમાં 3 ટાયર આપવામાં આવ્યા છે. સ્કૂટરના ત્રણ ટાયરોમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમાં 13.5 લીટર ફ્યૂલ ટેક આપવામાં આવી છે. આ સ્કૂટરમાં 400cc નું 4-સ્ટ્રોક લિક્વિડ કૂલ્ડ એંજીન આપવામાં આવ્યું છે. તેનો પાવર 35.6bhp @ 7000rpm અને મેક્સિકો ટોર્ક 28.1lb ft @ 5250rpm છે. સ્કૂટરમાં ઓટોમેટિક ગિયર આપવામાં આવ્યા છે. યૂરોપમાં વેચનારા ત્રણ પૈડાવાળું 400 સીસીનું સ્કૂટર 37 બીએચપીનો પાવર આપે છે.
Peugeot Metropolis soon to launch 400cc Scooter In India
સ્કૂટરમાં સેમી ડિજિટલ મીટર આપવામાં આવ્યું છે, જેમાં સ્કૂટર મેંટેનેંસ સાથે સંકળાયેલી માહિતી પણ મળે છે. તેનું વજન લગભગ 258 કિલોગ્રામ છે. ભારતમાં તેની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોઇ શકે છે. જોકે કંપનીની તરફથી તેની કિંમત જાહેર કરવામાં આવી નથી. એટલા માટે લોંચીંગ વખતે તેની કિંમત સામે આવશે.
Peugeot Metropolis soon to launch 400cc Scooter In India
સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો તેમાં એનાલોગ સ્પીડોમીટર અને ટેકોમીટર મળે છે. સાથે જ ડિજિટલ ટ્રિપ મીટર પણ છે. આ મીટરમાં ટેમ્પરેચર, ડિજિટલ ક્લોક, ફ્યૂલ ગેજ, લો ફ્યૂલ ગેજ, લો ફ્યૂલ વોર્નિંગ, સર્વિસ રિમાઇન્ડર, લો ઓઇલ ઇંડિકેટર, બેટરી ઇંડિકેટર જેવા ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે. મેંટેનેંસ ફ્રી બેટરી આપવામાં આવી છે. સીટની હાઇટ 780mm છે. અત્યારે સ્કૂટર ચાર કલર્સ બ્લેક, ગ્રે, વ્હાઇટ અને રેડમાં મળશે.
Peugeot Metropolis soon to launch 400cc Scooter In India
3 વ્હીલવાળા આ સ્કૂટરમાં ABS ફિચર આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં સ્માર્ટફોન ચાર્જિંગ માટે USB પોર્ટ પણ આપવામાં આવ્યો છે. 2018 પ્યૂજો મેટ્રોપોલિઝ દુનિયાનું પહેલું એવું સ્કૂટર છે જેમાં ઇમરજન્સી બ્રેંક લગાવતી વખતે ખતરાની ચેતાવણીવાળી લાઇટ્સ સળગવા લાગે છે. આ સાથે જ સ્કૂટરમાં અર્બન અને સ્પોર્ટ મોડમાં ચલાવવા માટે સ્વિચ ટ્રૈક્શન કંટ્રોલ આપવામાં આવ્યો છે.
Trending Photos