Photo Gallary : જૂઓ, દેશમાં કેવી રીતે થઈ રહી છે નવરાત્રી પર્વની ઉજવણી
બુધવારથી શરૂ થયેલા નવરાત્રી પર્વમાં ગુજરાતમાં યુવાન ધન હિલોળે ચડ્યું છે ત્યારે જૂઓ દેશના અન્ય સ્થળોએ કેવી રીતે થાય છે નવરાત્રીની ઉજવણી.
નવરાત્રી પર્વની બુધવારથી શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં તો ઠેર-ઠેર ખેલૈયાઓ ગરબે ઘુમતા જોવા મળે છે. સમગ્ર દેશમાં ગુજરાતી ગરબાની ધૂમ કંઈક અલગ જ હોય છે. ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી થતી હોય છે. જોકે, અન્ય રાજ્યોમાં ગુજરાતની જેમ ગરબા રમાતા નથી. દરેક રાજ્યમાં કંઈક અલગ-અલગ રીતે નવરાત્રી પર્વ ઉજવવામાં આવતો હોય છે. જૂઓ, બુધવારની આવી જ કેટલીક તસવીરો...
અલાહાબાદમાં ગંગા નદીમાં ડૂબકી
શ્રદ્ધાળુઓએ નવરાત્રીના પ્રથમ દિવસે બુધવારે અલાહાબાદ ખાતે પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. (ફોટો-PTI)
અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. (ફોટો-PTI)
મિરઝાપુરમાં આવેલા વિદ્યાવંશી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ
બુધવારે મિરઝાપુરમાં આવેલા વિદ્યાવંશી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓને ભારે ભીડ જોવા મળી હતી. (ફોટો-PTI)
અમૃતસરના દુર્ગા મંદિરમાં શીશ ઝુકાવતા શ્રદ્ધાળુઓ
અમૃતસરમાં આવેલા દુર્ગા મંદિરમાં એક શ્રદ્ધાળુ તેના પુત્રને હનુમાનના વેશમાં લઈને આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ માતાની સામે શીશ ઝુકાવીને આશિર્વાદ લીધા હતા. (ફોટો-PTI)
ખેરમાઈ મંદિરમાં રાહ જોતી મહિલાઓ
જબલપુરમાં આવેલા ખેરમાઈ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓ નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા કરવા માટે પહોંચી હતી. શિસ્તબદ્ધ એકલાઈનમાં ઊભી રહીને મહિલાઓ પોતાના વારાની રાહ જોઈ રહી છે. (ફોટો-PTI)
કટરામાં ભાંગડા નૃત્યના તાલે ઉજવણી
જમ્મુથી 45 કિમી દૂર આવેલા કટરામાં નવરાત્રીના પ્રથમ દિવસે માતાના મંદિરની બહાર પંજાબી કલાકારોએ ભાંગડા નૃત્ય કર્યું હતું. (ફોટો-PTI)
Trending Photos