PHOTO : શ્રીનગરમાં 11 વર્ષની સૌથી ભારે હિમવર્ષા, ફરી પાછી આવશે હાડ ધ્રુજાવતી ઠંડી

શ્રીનગરમાં ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 13 ડિસેમ્બર, 1934ના રોજ માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

શ્રીનગર (ખાલિદ હુસેન): જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં રવિવારની રાતનું તાપમાન 11 વર્ષમાં સૌથી નીચું નોંધાયું હતું. અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે 6.8 ડિગ્રી એટલે કે માઈનસ 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે સોમવારે ડલ ઝીલ અને રહેણાક વિસ્તારોમાં પાણી પૂરવઠાની પાઈપલાઈનમાં પાણી જામી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીનગરમાં ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 13 ડિસેમ્બર, 1934ના રોજ માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

2007માં બન્યો હતો સિઝનનો સૌથી મોટો રેકોર્ડ

1/5
image

હવામાન ખાતાના એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં લગભગ 11 વર્ષમાં આ સૌથી ઓછું તાપમાન રહ્યું છે. 31 ડિસેમ્બર, 2007ના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  (ફોટો- PTI)

 

જામી ગઈ ડલ ઝીલ

2/5
image

શીત લહેરના કારણે અહીંની ડલ ઝીલ સહીત કેટલાક જળાશયો અને પાણી પૂરવઠાની પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે. કાઝીગુંડમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નજીકના કોકરનાગમાં માઈનસ 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (ફોટો- PTI)

ઠંડીએ વધારી મુસિબત

3/5
image

ઉત્તર કાશ્મીરના કુપવાડામાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીએ જણાવ્યું કે, પહેલગામમાં રવિવારે રાત્રે માઈનસ 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ગુલમર્ગમાં પણ માઈનસ 6.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.  (ફોટો- PTI)

લેહમાં પણ શૂન્યથી નીચે તાપમાન

4/5
image

લેહમાં રવિવારે રાત્રે માઈનસ 14.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને નજીકના કારગિલમાં તો તે માઈનસ 15.3 ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું.  (ફોટો- PTI)

'ચિલ્લઈ કલાં'ની પકડમાં આવ્યું કાશ્મીર

5/5
image

કાશ્મીર અત્યારે 'ચિલ્લઈ કલાં'ની પકડમાં આવી ગયું છે. 40 દિવસના આ સમયગાળામાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થતો હોય છે અને હિમવર્ષા પણ વધારે થતી હોય છે. જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે. 'ચિલ્લઈ કલાં'નો સમયગાળો 31 જાન્યુઆરીના રોજ પુરો થાય છે અને ત્યાર બાદ પણ કાશ્મીરમાં શીતલહેર તો ચાલુ જ રહેતી હોય છે.  (ફોટો- PTI)