Pics : જ્યાં ચંદન, મોગરો, મસાલાની સુવાસ ફેલાયેલી છે, દિવાળીમાં ફરવા આ શહેર ખાસ ગમશે તમને

સાંભળ્યું હતું કે, મૈસૂર બહુ જ સુંદર અને સ્વચ્છ શહેર છે. તેનો સુંદર નજારો બહાર આવતી તસવીરોમાં દેખાઈ આવે છે. વ્યક્તિને પગલે પગલે લીલોતરીનો અહેસાસ થાય છે. શહેરમાં ફરતા ફરતા સુસંસ્કૃત માહોલનો અહેસાસ થાય છે. દરેક ઘરની બહાર રંગોળીઓ જોવા મળે છે. દરેક ઘરની બહાર પ્લાન્ટ્સ લગાવેલા છે. રંગબેરંગી સાડીઓ પહેરીને વાળમાં ફુલોની માળા ગુંથેલી સ્ત્રીઓ રસ્તા પરથી પસાર થતી દેખાશે. રસ્તા એકદમ સાફ, અને ગંદકીના કોઈ નિશાન નહી. તો જો તમને આવા શહેરમાં જવાનું મન થયું હોય, તો આ દિવાળી વેકેશન માટે આ સિટી બેસ્ટ છે તેવું સમજો. 

ફરવા માટે મૈસૂર

1/4
image

મૈસૂરમાં ગયા અને મેસૂર મહેલ ન જુઓ તો ગાંડપણ કહેવાય. વાડિયાર વંશજ પોતાની શાન માટે દેશવિદેશમાં ફેમસ હતા. આજે પણ તેની વિરાસત અહીં જોવા મળે છે. આજે ભલે રાજાશાહી ન હોય, પણ મૈસૂરના નાગરિકોમાં રાજાશાહી પ્રત્યેનો આદાર આજે પણ પહેલાની જેમ જ છે. મહેલમાં મૈસૂરના રાજાશાહીના અંશો ડગલેને પગલે જોવા મળે છે. મહેલના દિવાલો પર લાગેલા પેઈન્ટિંગ્સ તેની ભવ્યતા દર્શાવે છે. મૈસૂરમાં ફરવા જેવી બીજી જગ્યા પહાડી પર આવેલ ચામુંડેશ્વરી માતાનું મંદિર છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરાયેલો છે. પહાડી પર જઈને તમને સુંદર સુંદર નજારા જોવા મળશે. મૈસૂરનું સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન વૃંદાવન ગાર્ડન છે. જ્યાં મ્યૂઝિકલ ફાઉન્ટેન પણ છે. 

સાંસ્કૃતિક રાજધાની

2/4
image

મૈસૂર કર્ણાટકની રાજધાની તરીકે પણ પ્રખ્યાત છે. અહીં તમને દરેક ગલીએ તેનો અહેસાસ થશે. સ્પોર્ટસમાં આગળ મૈસૂરમાં ક્રિકેટ અને ગોલ્ફના મેદાનો પણ ભરપૂર છે. મૈસૂરમાં જ્યાં જ્યાં નજર ફેરવો, ત્યાં ત્યાં તમને સ્વચ્છ રસ્તાઓ, સુંદર ટ્રાન્સપોર્ટેશન, આકર્ષક ઈમારતો, વૃક્ષો અને દૂર સુધી ફેલાયેલી લીલોતરી નજરે ચઢશે. 

મૈસૂર સિલ્ક

3/4
image

મૈસૂરમાં આવીને સિલ્ક સાડીઓનું શોપિંગ કરવાનું ન ભૂલતા. આ ઉપરાંત મૈસૂર ચંદન અગરબત્તી, મૈસૂર સેન્ડલ સોપ અને ચંદનની લાકડીમાંથી બનાવેલી કલાકૃતિઓ માટે પ્રખ્યાત છે. મૈસૂરની હવામાં તમને ચંદનની ભીની-ભીની સુગંધ એવી આવશે કે તમે તેને ખરીદ્યા વગર રહી નહિ શકો. અહીંની દુકાનો જોઈને તમને ચંદન ચોર વિરપ્પનની યાદ આવી જશે. એક સમયે અહીંના જંગલો પર તેનું સામ્રાજ્ય હતું.  

સ્વાદિષ્ટ પારંપરિક વ્યંજનોનો સ્વાદ

4/4
image

મૈસૂર જાઓ તો બિસિબેલે ભાત ખાવાનું ન ભૂલતા. તે કન્નડ પરિવારોમાં દાળ, ચોખા અને મસાલાથી બનતી ખાટ્ટી-મીઠ્ઠી વાનગી છે. જેમાં ડુંગળી-લસણનો જરા પણ ઉપયોગ કરાતો નથી. અહીંની ફેમસ મીઠાઈ છે મૈસૂર પાક. તે ઘી, ચણાનો લોટ, ખાંડ અને ઈલાયચીમાંથી બનેલી સ્વાદિષ્ટ રેસિપી છે. તેની શોધ વાડિયાર રાજાના શાહી રસોઈયા કાકાસુર મડપ્પાએ કરી હતી.