Pics : આ મામલે એક જેવા છે PM મોદી અને CM યોગી આદિત્યનાથ

નવરાત્રિના નવ દિવસ માતાની પૂજાનું વિધાન છે. આ દિવસોમાં મા દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે મંગળ કામના માટે કળશ સ્થાપના કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે આ નવ દિવસ બહુ જ મહત્ત્વના બની જાય છે. બંને હસ્તીઓ નવેનવ દિવસ ઉપવાસ કરે છે. 

1/5
image

પીએમ મોદી 40 વર્ષથી નવરાત્રિના નવેનવ દિવસ વ્રત રાખે છે. નવરાત્રિના પહેલા દિવસે પીએમ મોદી નવ દેવની ખાસ પૂજા કરે છે, અને માત્ર પાણી પર રહીને ઉપવાસ કરે છે. આ દરમિયાન તેઓ રોજની જેમ જ કામકાજ કરે છે. તેમના શરીર પર તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. તેઓ શિવ અને શક્તિના પરમભક્ત છે.વર્ષ 2012માં પીએમ મોદીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ 35 વર્ષથી નવરાત્રિનું વ્રત રાખે છે. આ દરમિયાન તેઓ અન્ન કે કોઈ પણ પ્રકારના મસાલાઓનું સેવન કરતા નથી. આખો દિવસ કામ કર્યા બાદ તેઓ સાંજે લીંબુ પાણી અને થોડાક ફળ લે છે. નવરાત્રિ દરમિયાન તેમનું આ જ શિડ્યુલ હોય છે. પીએમ મોદીનો ઉપવાસનો નિયમ છેલ્લાં 40 વર્ષથી તૂટ્યો નથી. સખત રુટિન અને અનુશાસનથી જ 68 વર્ષની ઉંમરે પણ તેમની એનર્જિ યથાવત રહે છે.

2/5
image

પીએમ મોદી નિયમિત કસરત કરે છે. વ્રત દરમિયાન પણ તેઓ પોતાનું કામકાજ રોજની જેમ જ કરે છે. તેમને જોઈને કોઈ ન કહી શકે તેઓ 9 દિવસ ઉપવાસ કરે છે. આ દમરિયાન તેઓ જરા પણ થાકેલા લાગતા નથી. વ્રત હોવા છતાં તેઓ ક્યારેય પોતાના કામને ટાળતા નથી. આ દિવસોમાં તેમની શરૂઆત યોગ, ધ્યાન અને પૂજા સાથે થાય છે. જેનાથી તેમને આખો દિવસ એનર્જિ મળી રહે છે. 

3/5
image

પીએમ મોદીએ એ દિવસે પણ ઉપવાસ રાખ્યો હતો, જ્યારે તેઓ 2014માં વડાપ્રધાન બન્યા બાદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. સમગ્ર પ્રવાસમાં તેમણે લીંબુ પાણી લીધું હતું. 29 સપ્ટેમ્બર, 2014ના રોજ બરાક ઓબામાએ તેમના સન્માનમાં વ્હાઈટ હાઉસમાં ડિનર આયોજિત કર્યું હતું. તે દિવસે પણ તેમણે માત્ર લીંબુ પાણી અને ફળ જ લીધા હતા. બરાક ઓબામા પણ તેમની આ આદતથી ઈમ્પ્રેસ થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શાસનકાળ 2001થી 2014 દરમિયાન તેમણે પોતાના કર્મચારીઓ સાથે મળીને વિજયાદશમીના દિવસે નિયમિત શસ્ત્રપૂજા પણ કરી છે. 

4/5
image

તો બીજી તરફ, સીએમ યોગી આદિત્યનાથ પણ નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે. તેઓ ગોરખપુરના મંદિરમાં નિયમિત કળશ સ્થાપિત કરે છે. યોગી વર્ષમાં બંનેવાર નવરાત્રિના વ્રત રાખે છે અને દેવીની સાધના કરે છે. શારદીય નવરાત્રિમાં તો યોગી 9 દિવસો સુધી કોઈની સાથે મુલાકાત પણ નથી કરતા, અને એક રૂમમાં રહીને આરાધના કરે છે. 

5/5
image

નવરાત્રિ પર યોગી રોજ સવારે ત્રણ વારે ઉઠી જાય છે અને દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે. આ દરમિયાન તેઓ અન્ન નથી લેતા. માત્ર દૂધ-દહીં અને ફળાહાર કરે છે. નવરાત્રિમાં યોગી કન્યા પૂજન પણ કરે છે. જેમાં તેઓ કન્યાઓને પગ ધુએ છે, અને તિલક લગાવ્યા બાદ તેમને ભોજન કરાવે છે.