PICS ચૂંટણી પહેલા કોંગ્રેસનો 'માસ્ટરસ્ટ્રોક', ભાઈ-બહેનની જોડી જીત અપાવશે? પ્રિયંકા ગાંધી વિશે ખાસ જાણો

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મોટો દાવ ખેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ મહત્વનું પત્તુ કોંગ્રેસ દ્વારા ખોલવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 

1/8
image

જો કે 47 વર્ષના પ્રિયંકા ગાંધીએ લાંબા સમયથી ઔપચારિક રીતે પાર્ટી જોઈન કર્યા વગર જ પોલીટિક્સમાં ખુબ પાવરફૂલ હતાં.

2/8
image

પ્રિયકાં ગાંધી કોઈ પણ પદ વગર પડદા પાછળ  કોંગ્રેસ માટે કામ કરી રહ્યાં હતાં. તેઓ ચૂંટણી દરમિયાન પણ  કોંગ્રેસની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં હતાં અને રણનીતિ પણ બનાવતા હતાં. 

3/8
image

વર્ષ 2018માં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે પ્રિયંકા ગાંધીને ગેમ ચેન્જર ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે 2019ની ચૂંટણીમાં પ્રિયંકા મોટી ભૂમિકા ભજવશે. ત્યારે કોંગ્રેસે સ્વીકાર્યું હતું કે પ્રિયંકા પાર્ટીની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. 

4/8
image

પ્રિયંકા ગાંધી અંગે કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એકવાર કહ્યું હતું કે તેઓ પોતાનું કામ પોતે પસંદ કરે છે અને ખુબ સારી રીતે નિભાવે છે. જો કે આ અગાઉ કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવશે તે અંગે ઈન્કાર કરતી હતી. 

5/8
image

સોનિયા અને રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલી અને અમેઠીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં અનેકવાર ઉતરેલા છે. લોકો ઉપર પણ તેમનો સારો  પ્રભાવ પડેલો છે. ગરીબ અને મહિલાઓ વચ્ચે ખાસ કરીને પ્રિયંકા ગાંધી જાય છે ત્યારે પાર્ટી ઉપર ભરોસો અપાવવાનું કામ કરે છે. 

6/8
image

2012માં પ્રિયંકા ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો હતો. અનેક જાણકારો કહે છે કે પ્રિયંકા ગાંધીની અંદર એક નેચરલ લીડરની ખુબીઓ છે. 

7/8
image

પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. તેમણે રોબર્ટ વાડ્રા સાથે 1997માં લગ્ન કર્યા હતાં. કેટલીક ચૂંટણી રેલીઓમાં તેમની સાથે વાડ્રા પણ જોવા મળ્યાં હતાં. વાડ્રા અને પ્રિયંકાના બે બાળકો છે. 

8/8
image

અત્રે જણાવવાનું કે ચૂંટણીની બરાબર અગાઉ પ્રિયંકાને કોંગ્રેસમાં મહત્વની જવાબદારી એ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે. તેમને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.