બળાત્કારીઓને ફાંસી આપો...હક કી તાઇદ કરૂ તો મુજરિમ, હાલાત પર તન્કીદ કરૂ તો મુજરિમ...

1/6
image

મહેસાણા જાગૃત નાગરીક તરફથી મહેસાણામાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કઠુઆમાં માસુમ બાળકી પર તેમજ ઉન્નાવ અને સુરતમાં થયેલ બળાત્કારની ઘટનાના બળાત્કારીઓ માફી લાયક નથી અને આવા બળાત્કારીઓને ફાંસીની સજા થાય એવી માગણી સાથે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

2/6
image

આ મૌન રેલીનું આયોજન વિસનગર રોડ ખાતે ડિસન્ટ હોટેલથી મૌન રેલીનું આયોજન કરાયું હતું. ઉન્નાવ અને સુરતની માસુમ દીકરીઓને ન્યાય અપાવવા જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન દ્વારા ન્યાય અને વળતર માટેની માંગણીઓ રજૂ કરાઈ હતી.  આ રેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર અને ક્ષત્રિય સમાજ તેમજ દલિત (એસસી એસટી સમાજ), શિખ સમૂદાયના સાથીઓ તેમજ ઈસાઈ (ખ્રિસ્તી) સમાજની સાથે સ્થાનીક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

3/6
image

ઉન્નાવમાં એક સગીરા પર ભાજપના શક્તિશાળી ગણાતા ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા બળાત્કારનો આરોપ છે. ગયા વર્ષે બનેલી આ ઘટનામાં ફરિયાદ ત્યારે લેવાઈ જ્યારે પીડિતાએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

4/6
image

કઠુઆમાં માનવતાને પણ શરમાવે તેવી ઘટના બની હતી. અહીં બકરવાલ સમાજનીની આઠ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. પોલીસે કોર્ટમાં જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની બાળકી પર 6 લોકોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 10 જાન્યુઆરીની છે પણ હવે પ્રકાશમાં આવી છે. 

5/6
image

જમ્મુના કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર ક્રૂરતાથી કરાયેલા ગેંગરેપના પડઘા સંયુક્ત રાષ્ટ્ર સુધી પડયાં છે. આ કેસના કારણે ભારતની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગટરેસે કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપને ભયાનક ઘટના ગણાવતા અપરાધીઓને ન્યાયના કઠેડામાં લાવવા ભારત સરકારને અપીલ કરી છે.

6/6
image

નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન મુલાકાત વખતે દેશમાં બળાત્કારની બની રહેલી ઘટના અંગે કહ્યું હતું કે બાળકીઓ પર બળાત્કાર થાય છે તે પીડાદાયક હોય છે, તેને કઈ રીતે સાંખી લેવાય. પરંતુ આ મુદ્દે રાજકીય ઢોળ ચઢાવવો એ અયોગ્ય છે. મોદીએ કહ્યું કે બળાત્કાર એ બળાત્કાર છે. તેને કઈ રીતે સાંખી લઈએ. કોઈપણ સંજોગોમાં તે સાંખી ન શકાય. પરંતુ આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. આ સરકારમાં આટલા બળાત્કાર થયા તેવું પણ ન કહેવું જોઈએ.