બોલિવૂડ ટોપ 5: કપિલના ફેન્સને પડશે જલસો, ફેસબુક લાઈવથી સામેલ થઈ શકશે લગ્નમાં, સાજિદને મોટો આંચકો

કોમેડિયન કપિલ શર્મા તેની ફિયાન્સી ગિન્ની ચતરથ સાથે જલંધરમાં આજે સાત ફેરા ફરવા જઈ રહ્યો છે. કપિલના જીવનની બીજી ઈનિંગ શરૂ થવા જઈ રહી છે. કપિલના મિત્રોએ આ દિવસને તેના ફેન્સ સાથે સેલિબ્રેટ કરવાનો આઈડિયા કાઢ્યો છે. અત્રે જણાવવાનું કે મોટી મોટી હસ્તીઓ લગ્ન અંગે ખુબ જ પ્રાઈવસી પસંદ કરતી હોય છે. પ્રિયંકા અને નીકના લગ્ન હાલમાં જ થયા પરંતુ તેમના ખુબ જ લિમિટેડ ફોટા બહાર આવ્યાં. આવું જ દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહના લગ્નમાં પણ જોવા મળ્યું હતું. 

ફેસબુક લાઈવ જોઈ શકાશે કપિલના લગ્ન

1/5
image

કપિલ અને ગિન્નીના લગ્નને તેમના ચાહકો ફેસબુક લાઈવ પર જોઈ શકે છે. કપિલના લગ્નમાં સામેલ થવા માટે તેના મિત્રો સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક જલંધર પહોંચી ગયા છે. કપિલના ઘરની રસ્મોની શરૂઆત માતાની ચોકીથી થઈ, જેમાં કપિલના જૂના સાથી કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, રાજીવ ઠાકુર, શુમોના નાચતા જોવા મળ્યાં. કપિલના ઘરે થયેલી માતાના જાગરણમાં સિંગર ઋચા શર્માએ પરફોર્મ કર્યું. આ માતાની ચોકીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં કપિલ તેની થનારી દુલ્હન ગિની સાથે માતાની સામે બેઠેલો જોવા મળી રહ્યો છે. આ જ વીડિયોમાં ઋચા શર્માના ગીતો પર કપિલની માતા મસ્ત થઈને નાચતી પણ જોવા મળે છે. 

Bigg Boss 12: ટાસ્ક રહ્યું મુશ્કેલ, સોમી ખાન, રોહિત સુચાંતિ, કરણવીર બોહરા થયા નોમિનેટ

2/5
image

બિગબોસનો અંતિમ દોર શરૂ થઈ ચૂક્યો છે. આથી દર અઠવાડિયે નોમિનેશનના ટાસ્ક પહેલા કરતા પણ વધુ ખતરનાક થઈ રહ્યાં છે. સ્પષ્ટ છે કે હવે બિગ બોસના ગ્રાન્ડ ફિનાલેની પહેલા જ અનેક સભ્યોને ઘરમાંથી બહાર કરવા પડે. જેમાં તેમના માટે એકદમ ટફ કોમ્પિટિશનવાળો માહોલ જોવા મળશે. મંગળવારના એક એપિસોડમાં પણ  કઈંક એવું જ જોવા મળ્યું. ટાસ્ક પૂરું કરવામાં ઘરવાળાની આંખોમાં આંસુ આવી ગયાં. આ સપ્તાહ ફેમિલી સ્પેશિયલમાં જ્યારે દીપિકા કક્કડનો પતિ શોએબ ઈબ્રાહિમ ઘરમાં પ્રવેશ્યો તો દીપિકા એટલું બધુ રડી કે જોનારા પણ ઈમોશનલ થઈ ગયાં. પરંતુ ત્યારબાદ જે થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. લક્ઝરી બજેટ ટાસ્કમાં દીપિકાના પતિની બોલી લાગી. હકીકતમાં દીપિકાનો પતિ લક્ઝરી બજેટ ટાસ્કનો ભાગ બનીને દાખલ થયો હતો. આ વાતની જાણકારી બિગબોસે પછી આપી હતી. 

#MeToo : સાજિદ ખાનને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાઈરેક્ટર એસોસિએશને દેખાડ્યો બહારનો રસ્તો

3/5
image

ફિલ્મ ડાઈરેક્ટર સાજિદ ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ લેતી નથી. શારીરિક શોષણના આરોપોથી ઘેરાયેલા સાજિદ ખાનને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાઈરેક્ટર એસોસિએશને બહારનો રસ્તો દેખાડી દીધો છે. અત્રે જણાવવાનું કે થોડા મહિના પહેલા સાજિદ પર બે મહિલાઓ અભિનેત્રી સલોની ચોપડા અને એક પત્રકારે પણ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તે હાઉસફૂલ 4ના ડાઈરેક્ટર તરીકે પાછળ હટી ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ સાજિદ ખાનને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાઈરેક્ટર એસોસિએશને એક વર્ષ માટે સસ્પેન્ડ  કર્યો છે. 

સ્વરા ભાસ્કર માટે ખુબ જ મુશ્કેલ છે આ કામ, શેર કરી એકદમ પર્સનલ વાત

4/5
image

નીડર થઈને પોતાનો મત રજુ કરવા માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કર આજકાલ પોતાની વેબ સીરિઝ' ઈટ્સ નોટ ધેટ સિંપલ'ને પ્રમોટ કરી રહી છે. આ કહાની મેટ્રો સીટીમાં રહેતી એક પરિણીત મહિલાની છે. સીરિઝમાં તેના ઈન્ટીમેટ સીન પણ છે. જે અંગે સ્વરાએ ખુલીને વાત કરી. વેબ સીરિઝની બીજી સિઝન બહુ જલદી પ્રસારિત થવાની છે અને સ્વરા તેના પ્રમોશનમાં લાગી છે. વીરે દી વેડિંગ જેવી મહિલા પ્રધાન ફિલ્મો અને બોલ્ડ ભૂમિકામાં જોવા મળનારી સ્વરાની ભૂમિકા આ સિઝનમાં પણ કઈં વધુ અલગ નહીં હોય. જો કે રોજબરોજની જિંદગીમાં સંબંધોમાં આવેલા બદલાવ-ખેચતાણને આ સીરિઝમાં બતાવવામાં આવશે. 

ઈશા અંબાણીના લગ્ન માટે એન્ટિલીયાની કરાઈ ભવ્ય સજાવટ, અનેક મશહૂર હસ્તીઓ થશે સામેલ

5/5
image

રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના પ્રી વેડિંગ કાર્યક્ર બાદ ઈશા અંબાણી અને આનંદ પીરામલ બુધવારે એન્ટિલીયામાં સાત ફેરા લેશે. સૂત્રઓએ જાણકારી આપી કે અંબાણી પરિવાર લગ્ન સમારોહ પર એક કરોડ ડોલર કે તેનાથી પણ વધુનો ખર્ચ કરી રહ્યો છે. જો કે મીડિયામાં આવેલા અહેવાલો મુજબ લગ્નમાં 10 કરોડ ડોલર ખર્ચ થાય તેવું અનુમાન છે. ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમોથી વિપરીત વિવાહ સમારોહમાં સીમિત સંખ્યામાં મહેમાનો સામેલ થશે. ઉદયપુર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન, વૈશ્વિક બેન્કરો અને બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થયા હતાં.