Happy Birthday Sachin: જેણે ભારતમાં ક્રિકેટને ધર્મ બનાવ્યો અને ખુદ આ રમતના ભગવાન બની ગયા

Sachin Tendulkar Happy Birthday: મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પોતાની ટેસ્ટ સદી એટલે કે 51 વર્ષની ઉંમરના થઈ ગયા છે. આ ખાસ તકે આવો જાણીએ સચિન તેંડુલકરના તે પાંચ રેકોર્ડ જેને તોડવા લગભગ મુશ્કેલ લાગી રહ્યાં છે.

સચિન તેંડુલકર

1/6
image

આજે ભારતમાં ક્રિકેટને ધર્મ બનાવનાર સચિન તેંડુલકરનો જન્મ દિવસ છે. ક્રિકેટમાં કહેવત છે કે રેકોર્ડ તૂટવા માટે બને છે, પરંતુ મહાન સચિન તેંડુલકરના નામે કેટલાક એવા રેકોર્ડ છે, જેને લગભગ કોઈ તોડી શકે. 24 એપ્રિલ 1973ના જન્મેલા સચિન તેંડુલકર આજે 51 વર્ષના થઈ ગયા છે. સચિનને તેમના ફેન્સ ક્રિકેટના ભગવાન કહે છે. આ કહેવાના ઘણા કારણ પણ છે. જે રેકોર્ડ સચિને બનાવી દીધા તે લગભગ કોઈ ખેલાડી બનાવી શક્યો નથી. આવો જાણીએ તેમના પાંચ એવા રેકોર્ડ વિશે જે તૂટવા લગભગ મુશ્કેલ લાગી રહ્યાં છે.

100 આંતરરાષ્ટ્રીય સદી

2/6
image

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીની સાથે પોતાનું કરિયર સમાપ્ત કર્યું. આ એક એવો રેકોર્ડ છે તે લગભગ કોઈ બેટર તોડી શકે. સચિનના નામે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 સદી છે, જ્યારે બીજા નંબર પર વિરાટ કોહલી 20 સદી પાછળ છે. 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન સચિને ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. કોહલીએ જો આ રેકોર્ડ તોડવો હોય તો વધુ 21 સદી ફટકારવી પડશે, જે અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે.  

સર્વાધિક ટેસ્ટ રન

3/6
image

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા. કોઈ અન્ય બેટર 14000 ટેસ્ટ રન બનાવી શક્યો નથી. સચિને પોતાના 15921 રન 53.78ની એવરેજથી બનાવ્યા છે. આ દરમિયાન ટેસ્ટ ક્રિકેટના તમામ અદ્ભુત રેકોર્ડ તેમના નામે છે. 

સૌથી વધુ ટેસ્ટ મેચ રમી

4/6
image

સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું અને 40 વર્ષની ઉંમર સુધી રમ્યા. પોતાના લાંબા કરિયર દરમિયાન તેમણે 200 ટેસ્ટ મેચ રમી હતી. આ એવો રેકોર્ડ છે જે તૂટવો લગભગ અસંભવ લાગી રહ્યો છે. 

સૌથી વધુ વનડે મેચ રમી

5/6
image

ટેસ્ટની જેમ સચિન તેંડુલકરના નામે સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે 463 વનડે મેચ રમી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ માહેલા જયવર્ધને છે, જેણે 448 વનડે મેચ રમી છે. તેંડુલકરે પોતાની છેલ્લી વનડે 2012માં રમી હતી.   

સર્વાધિક વનડે રન

6/6
image

ટેસ્ટ ક્રિકેટની જેમ વનડે ક્રિકેટમાં પણ સચિને સૌથી વધુ રન બનાવ્યા છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાના વનડે કરિયરનું સમાપન 44.83ની એવરેજથી 18426 રનની સાથે કર્યું. સચિન વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટર હતા.