Saturday Remedies: સાડા સાતી-ઢૈય્યાથી પરેશાન છો, દુ:ખોના પહાડ તૂટી પડ્યા છે? શનિદેવને પ્રસન્ન કરવા અજમાવો આ ઉપાયો

શનિવાર એ શનિદેવનો દિવસ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ કર્મો મુજબ ફળ આપે છે. સારા કર્મો કરનારાઓને સારું ફળ મળે છે. જ્યારે ખરાબ કર્મો કરનારાઓને દંડ મળે છે. ત્યારે આવામાં શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો ખાસ જાણો...

Saturday Remedies

1/9
image

શનિદેવની કૃપાથી વ્યક્તિ જીવનમાં રંકમાંથી રાજા બની શકે છે. તેમનો પ્રકોપ અનેક મુસીબતો પણ લાવી શકે છે. આથી શનિવારના દિવસે શનદેવની પૂજા અને ઉપાસના કરવાથી જીવનમાં આવનારા દુખો અને સંકટો દૂર થઈ શકે છે. 

Saturday Remedies

2/9
image

મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ પંડિત સચ્ચિદાનંદ ત્રિપાઠીના જણાવ્યાં મુજબ કેટલાક ઉપાયો તમને જણાવીશું જે તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે અજમાવી શકો છો. 

સારા કર્મ અને શ્વાનની સેવા

3/9
image

શનિવારના દિવસે કાળા કે અન્ય રંગના કૂતરાને ભોજન કરાવો. ગરીબો અને અસહાયોની સેવા કરો અને ભોજન દાન કરો કે તેમના સ્વાસ્થ્ય માટે દવાની વ્યવસ્થા કરો. 

પીપળાની પૂજા

4/9
image

સ્નાન અને ધ્યાન બાદ પીપળાના મૂળિયામાં કાળા તલ ભેળવેલું જળ અર્પણ કરો. ધીનો દીવો પ્રગટાવો અને "ऊँ शन्नो देवीरभिष्टडआपो भवन्तुपीतये" મંત્રનો જાપ કરો. 

શનિદેવની પૂજા

5/9
image

શનિદેવની પ્રતિમાને તેલ,સિંદૂર, અને ફૂલોથી સજાવો, દીપક પ્રગટાવો તથા "ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः" મંત્રનો જાપ કરો. આ સાથે જ શનિદેવ માટે વ્રત રાખો. જેમ કે શનિ પ્રદોષ વ્રત કે શનિ જયંતી વ્રત. 

હનુમાનજીની પૂજા

6/9
image

પરિવારમાં કંકાશ થાય તો શનિવારના રોજ હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો.   

નકારાત્મક વિચારોથી દૂર રહો

7/9
image

દરરોજ તમે ક્રોધ, ઈર્ષા, અને દ્વેષ જેવા નકારાત્મક વિચારોથી દૂર રહો. અત્રે જણાવવાનું કે આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે ન્યાયના દેવતા શનિદેવ તેનાથી પ્રસન્ન થઈ શકે છે. 

8/9
image

દાન

9/9
image

કર્મોનો હિસાબ રાખનારા શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે શનિદેવ સંલગ્ન વસ્તુઓ જેમ કે તલ, કાળા કપડાં, કે જૂતાનું દાન કરો.