નંબર છૂપાવીને માણવી હોય ફ્રી કોલની મજા તો અપનાવો આ TRICK
જો કોઇ તમને કહે કે પૈસા ખર્ચા વિના તમારો નંબર બતાવ્યા વિના તમારા ફોનમાંથી કોલ કરો તો શું તમે વિશ્વાસ કરશો. જી હાં આવું શક્ય છે અને તેના માટે તમારે કોઇ પૈસા ખર્ચવા નહી પડે.
જો કોઇ તમને કહે કે પૈસા ખર્ચા વિના તમારો નંબર બતાવ્યા વિના તમારા ફોનમાંથી કોલ કરો તો શું તમે વિશ્વાસ કરશો. જી હાં આવું શક્ય છે અને તેના માટે તમારે કોઇ પૈસા ખર્ચવા નહી પડે. બસ તેના માટે તમારે તમારા મોબાઇલમાં એક એપને ડાઉનલોડ કરવી પડશે. તેના માધ્યમથી તમે કોઇને પણ ફ્રીમાં કોલ કરી શકશો. કોલ દરમિયાન સામેવાળો વ્યક્તિ તમારા નંબરને જોઇ પણ નહી શકે.
ફ્રીમાં કોલ કરવા માટે તમારે આ ફ્રી કોલિંગવાળી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. આ એપનું નામ IndyCall છે. તેના માધ્યમથી તમે જ્યારે ઇચ્છો ત્યારે અને જેટલા ઇચ્છો એટલા ફ્રી કોલ કરી શકો છો. તમે આ એપના માધ્યમથી કોઇને પણ ફ્રીમાં કોલ કરી શકો છો. ખાસવાત એ છે કે આ એપ દ્વારા કોલ કરતી વખતે તમારો નંબર કોઇને ખબર નહી પડે. જોકે આ એપ દ્વારા કોલિંગ કરવા માટે તમારા ફોનમાં ડેટા પેક હોવું જરૂરી છે.
જો તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી તો આ એપ કામ કરશે નહી. આ એપ દ્વારા તમે દરેક વખતે એક નવા નંબર પરથી કોલ કરી શકો છો. જોકે, તમે આ એપ દ્વારા જ્યારે કોઇને કોલ કરશો તો તેની સ્ક્રીન પર નંબર દેખાશે. દર વખતે કોલ કરતી વખતે નવો નંબર દેખાશે જેથી કોઇને ખબર નહી પડે કે કોણ કોલ કરી રહ્યું છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ટ્રુ કોલર પણ ટ્રેસ કરી શકતું નથી.
મોટાભાગે એપ ઇંસ્ટોલ કરવાથી તમારો ફોન સ્લો થઇ જાય છે. ફોનમાં ઘણી સેટિંગ્સ એવી હોય છે જે તેને એડવાન્સ બનાવી દે છે. આ સેટિંગ્સને ચેંજ કરતાં જ ફોન સિક્યોર અને ફાસ્ટ થઇ જાય છે. તમારા સ્માર્ટફોનના તે સેટિંગ્સથી બદલાઇ જશે. એટલું જ નહી તેનાથી તમારો ફોન એકદમ નવો અને શાનદાર થઇ જશે. તમારા ફોનની સ્ક્રીન પર આવનાર વોટ્સઅપ અને ફેસબુક નોટિફિકેશન બંધ કરી શકો છો.
ફોન નોટિફિકેશન બંધ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી સ્ક્રીન પર વારંવાર નોટિફિકેશન બીજું કોઇ જોઇ શકશે નહી. તેના માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે. ત્યાં નોટિફિકેશન પર ટેપ કરવાથી સેટિંગ આઇકન પર ટેપ કરવું પડશે. ત્યારબાદ ઓન ધ લોક (On the lock screen) પર ટેપ કરો. હવે હાઇડ સેંસિટિવ નોટિફિકેશન કંટેંટને સિલેક્ટ કરો. ત્યારબાદ કોઇપણ નોટિફિકેશન તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે નહી.
ઘણીવાર ફોનની હોમ સ્ક્રીન પર એડ જોવા મળે છે. આ એડ કોઇ એપને ઇંસ્ટોલ કરવાથી પણ આવી શકે છે. આવી એડને બંધ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઇને ગૂગલ એડ્સ અને Opt out of Ads Personalization ને ઓન કરવું પડશે. ત્યારબાદ હવે તમારા મોબાઇલ સ્ક્રીન પર ફાલતૂ એડ દેખાશે નહી. તેનાથી તમારા ફોનની બેટરી અને પરફોમન્સ ખૂબ સારું થઇ જાય છે અને એડ્સથી સૌથી વધુ બેટરી વપરાય છે.
જો તમે તમારા ફોનમાં વાયરસ આવવાના ખતરાથી પરેશાન છો તો તેની ચિંતા કરવાની જરૂર નથી. એક એવું માધ્યમ છે જેથી તમારા ફોનમાં વાયરસ નહી આવે. એપ્સના માધ્યમથી જ ફોનમાં વાયરસ આવે છે. પરંતુ એક સેટિંગને ઓન કરતાં જ તમારા ફોનને વાયરસથી સેફ કરી શકો છો. તેના માટે સેટિંગ્સમાં જઇ ગૂગલ અને પછી સિક્યોરિટી પર ટેપ કરો. અહીં ગૂગલ પ્લે પ્રોટેક્ટને ઓન કરી દો. ત્યારબાદ તમારો ફોન વાયરસથી સેફ થઇ જશે.
Trending Photos