સ્કર્ટ અને હીલ પહેરીને ગામ આખામાં ફરે છે આ એન્જિનિયર, સ્ત્રીઓને પણ આવે છે ઈર્ષ્યા

હંમેશા લોકો આપણા પહેરવેશને જોઈને પર્સનાલિટીનો અંદાજ લગાવીએ છીએ. પેન્ટ-શર્ટ પહેરી છે તો પુરુષ, અને સાડી કે સલવાર-સૂટ પહેર્યા છે તો મહિલા, અને જિન્સ-ટોપ પહેરી છે તો

ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા લોકો આપણા પહેરવેશને જોઈને પર્સનાલિટીનો અંદાજ લગાવીએ છીએ. પેન્ટ-શર્ટ પહેરી છે તો પુરુષ, અને સાડી કે સલવાર-સૂટ પહેર્યા છે તો મહિલા, અને જિન્સ-ટોપ પહેરી છે તો યુવતી. પરંતુ જર્મનીમાં રહેતા માર્કના પહેરવેશને જોઈને લોકોને તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે કે, તે પુરુષ છે કે ગે. હકીકતમાં તેમના પહેરવેશને જોઈને લોકો કહે છે કે, તે સમલૈગિંક (straignt or gay) છે. પણ તમને જણાવી દઈએ કે, તેઓ સ્ટ્રેટ છે. તેઓ પોતાની પત્ની અને 3 બાળકો સાથે ખુશહાલ જિંદગી જીવે છે. પરંતુ લોકોને સવાલ એ થાય છે કે, તેઓ આખરે મહિલાઓના કપડા કેમ પહેરે છે. તો તમને જણાવી દઈએ કે, માર્ક (mark bryan) સમાજમાં કપડાને લઈને જેન્ડર ઈક્વાલિટી (gender equality) ઈચ્છે છે. તેથી તેઓ 4 વર્ષથી સ્કર્ટ અને હાઈ હીલ પહેરીને ઓફિસ જાય છે. તેઓ હંમેશા આ પ્રકારના જ કપડા પહેરે છે. 

1/5
image

માર્ક કહે છે કે, તેમના પહેરવેશને જોઈને લોકો તેમના જેન્ડરને લઈને અનેક સવાલ કરે છે. તો તેઓને ગુસ્સો પણ આવે છે. તેઓ કહે છે કે, શું કોઈ વ્યક્તિ પોતાની મરજીથી નિર્ણય પણ લઈ શક્તો નથી. 

2/5
image

સમાજમાં કપડાને લઈને એક મેન્ટાલિટી સેટ થયેલી છે. જેને માર્ક બદલવા માંગે છે. માર્ક સમાજમાં ફેલાયેલી આ અવધારણાને બદલવા માંગે છે. તેઓ સાબિત કરવા માંગે છે કે, કપડા કોઈ જેન્ડર નથી હોતું. વ્યક્તિ ભલે કોઈ પણ હોય, તે પોતાની પસંદગીના કપડા પહેરી શકે છે. 

3/5
image

માર્કના આ વિચારોને તેમના પરિવારનો પૂરતો સપોર્ટ મળે છે. તેમને એક દીકરો અને બે દીકરીઓ છે. જેઓને પણ પિતાની આ સ્ટાઈલ બહુ જ પસંદ છે. એટલુ જ નહિ, તેમની પત્નીને પણ પતિની આ સ્ટાઈલ ગમે છે.

4/5
image

ગત 4 વર્ષોથી માર્ક આ પ્રકારના કપડા પહેરે છે. વર્ક પ્લેસ હોય કે બહાર કોઈ કામથી જવાનું હોય, તેઓ સ્કર્ટ અને હીલ્સ પહેરતા જ જોવા મળે છે. 

5/5
image

એવુ પણ નથી કે માર્કને પુરુષોના કપડા ગમતા નથી. તેઓ મોટાભાગે ઓફિસમાં મેન્સ શર્ટની સાથે જ સ્કર્ટ અને શર્ટના મેચિંગ ફુટવેર પહેરવાનું પસંદ કરે છે. માર્ક પોતાના સ્ટાઈલિશ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જેથી લોકોમાં પણ અવેરનેસ આવે. તેમનો આ પહેરવેશ ઈન્ટરનેટ પર બહુ જ પોપ્યુલર પણ છે.