ગુજરાતના રસ્તાઓ પર લાશોના ઢગલા, ત્રણ અકસ્માતમાં 12 લોકોના મોતથી રસ્તા થયા રક્તરંજિત

Gujarati News : આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાતમાં મંગળવારે ત્રણ અલગ અલગ અકસ્માતોમાં કુલ 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રકનો ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. તો જામનગરમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. 
 

પ્રથમ અકસ્માત - દાહોદમાં 6 લોકોના મોત 

1/3
image

દાહોદના ગરબાડાના પાટીયા ઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતમાં રીક્ષામાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ તમામ લોકો એક જ પરિવારના હતા. આ લોકો રાજકોટથી મજુરીએથી પરત ઘરે આવતા પાટીયાઝોલ ગામે આવી રહ્યા હતા, ત્યારે સવારના સાત વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ૧ મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને પણ સારવાર અર્થે ખસેડાયો છે. તો તમામ મૃતદેહો પીએમ અર્થે ખસેડાયા છે. આ અકસ્માતથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી. 

બીજો અકસ્માત - સુરેન્દ્રનગરમાં ચારના મોત 

2/3
image

આજે લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષની દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સદાદ ગામનો પરિવાર લખતર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.  

ત્રીજો અકસ્માત - જામનગરમાં બેના મોત

3/3
image

જામનગરમાં આજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જામનગર નજીક ચંગાના પાટિયા પાસે હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યક્તિને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં પતિ પત્નીનું મોત નિપજ્યું છે.