અલગ અલગ છે વેલકમની પ્રથા, ક્યાં જીભ બતાવાય છે તો ક્યાંક કિસ

Welcome: ઘણા પશ્ચિમી દેશોમાં, અજાણ્યા લોકોને મળતા હોય અથવા વ્યવસાયિક મીટિંગો શરૂ કરતાં હોય ત્યારે હેન્ડશેકને ઉષ્માભર્યા, આદરપૂર્વક અભિવાદન માનવામાં આવે છે. પરંતુ વિશ્વના અન્ય સ્થળોએ સ્થાનિકો અલગ-અલગ રીતે મળતા હોય છે અને શુભેચ્છા પાઠવાતા હોય છે. તો ચાલો જાણીએ અહીં 5 અલગ-અલગ અભિવાદનો વિશે. જેમાં જુદા જુદા દેશો અને સંસ્કૃતિમાં એક બીજાને શુભેચ્છા અપાય છે.

જીભ બતાવી અભિવાદન

1/5
image

ટીબેટમાં કોઈને મળતા પહેલા જીભ બહાર બતાવીને અભિવાદન કરવાની પ્રથા છે. આ બધાની શરૂઆત સાધુઓથી થઈ હતી. જેઓ શાંતિથી બતાવવા માટે જીભ બતાવતા હતા. ત્યારે, એક પૌરણીક કથાઓ વિશે 9મી સદીના લાંગ ડારમા એક કરૂર રાજા હતા. જેમની જીભ કાળી હતી. તો તે સાધુઓ પોતે લાંગ ડારમાના વંસજ નથી તે બતાવવા માટે જીભ બતાવીને અભિવાદન કરતા હતા. ત્યારથી આ અભિવાદનની પ્રથા ઉપયોગમાં લેવાઈ છે.

દિલ પર હાથ મુકીને

2/5
image

મલેશિયામાં લોકો એકબીજાને પોતાના દિલ પર હાથ મુકીને અભિવાદન કરે છે. માનવામાં આવે છે કે જ્યારે, તમે દિલ પર હાથ મુકીને અભિવાદન કરો છો તો તમે તે વ્યક્તિને દિલથી ઈજ્જત આપી રહ્યા છો.

તાળી પાડીને મળવું

3/5
image

ઝીમબાબ્વે અને મોઝેમ્બિકમાં લોકો એકબીજને અભિવાદન કરવા પહેલા તાળીઓ પાડે છે. જેમાં, પ્રથમ વ્યક્તિ મળવા પહેલા એકવાર તાળી પાડે છે અને સામેવાળો વ્યક્તિ બે વાર તાળી પાડે છે. જેમાં મહિલાઓ અને પુરૂષો પણ અલગ-અલગ રીતે તાળી પડે છે. પુરૂષો હાથની આંગળીઓ અને હથેળીઓ સાથે રાખીને તાળી પાડીને મળે છે તો મહિલાઓ માત્ર હથેળીઓથી તાળી પાડીને અભિવાદન કરે છે.

હવામાં ગાલ નજીક કિસ કરવી

4/5
image

અર્જનટીના, ચીલી, પેરૂ. મેક્સિકો, બ્રાઝિલ અને કોલમ્બિયામાં એકવાર ગાલ નજીક હવામાં કિસ કરવાની પ્રથા છે. જ્યાં, સ્પેન, પોર્ટુગલ, પેરાગ્વે, ઈટલી અને ક્યુબાક જેવા દેશોમાં બંને ગાલ નજીક હવામાં કિસ કરવાની પ્રથા છે. તો રુસ અને યુક્રેનમાં 3 વાર હવામાં ગાલ નજીક કિસ કરવાની પ્રથા. જ્યારે, ફ્રાન્સમાં 4 વાર હવામાં કિસ કરવાની પ્રથા છે. જ્યારે, જેમ જેમ દેશ બદલાઈ તેમ તેમ ગાલ નજીક હવામાં કિસ કરવાના નિયમો પણ બદલાઈ છે.

નાક અડાવી અભિવાદન

5/5
image

કતાર, યમન, ઓમાન અને UAEમાં નાક અડાવીને એકબીજાને અભિવાદન કરવામાં આવે છે. આ દેશોમાં તમારા નજીકના મિત્રને લાંબા સમય બાદ તમે મળો ત્યારે નાક અડાવીને અભિવાદન કરવામાં આવે છે.