Summer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં

Summer Health Tips: ઉનાળો શરુ થાય એટલે ખાવાપીવામાં પણ ફેરફાર થઈ જાય છે. આ ફેરફાર કરવો જરૂરી પણ હોય છે. ઉનાળા દરમિયાન એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને અંદરથી ઠંડક આપે અને ગરમીની અસર શરીર પર ન થવા દે. તેથી જ ગરમીમાં એવા અનાજની રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે જેની તાસીર ઠંડી હોય. આજે તમને આ 3 લોટ કયા છે તે જણાવીએ. 

ઉનાળામાં કયો લોટ ખાવો ?

1/5
image

ઉનાળામાં ઘઉંના લોટને બદલે અન્ય અનાજના લોટની રોટલી ખાવી જોઈએ. આ અનાજ શરીરને ઠંડક આપે છે અને તેનાથી ઉનાળામાં થતી પાચનની સમસ્યા પણ થતી નથી.  જેને લીધે તમને અકળામણ ઓછી થશે.

ચણાનો લોટ

2/5
image

બેસન અથવા તો ચણાનો લોટ ઉનાળા માટે બેસ્ટ છે. તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. ચણાના લોટની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ થતી નથી. જે તમને ફાયદો કરાવશે

જુવારનો લોટ

3/5
image

જુવારનો લોટ પણ ઉનાળામાં ખાવા માટે બેસ્ટ છે. જુવારનો લોટ ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. આ લોટમાં વિટામીન બી, પ્રોટીન અને જરૂરી મિનરલ્સ હોય છે. ઘઉંની જેમ જુવારના લોટની રોટલી બનાવીને ખાઈ શકાય છે. 

રાગીનો લોટ

4/5
image

રાગી પણ એક પ્રકારનું અનાજ છે. તેના લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. રાગીની તાસીર પણ ઠંડી હોય છે. તેમાં પોષકતત્વો પણ ભરપુર માત્રામાં હોય છે. તે શરીરને અંદરથી ઠંડક આપે છે. જે તમને ગરમીમાં મોટી રાહત આપશે. 

Disclaimer

5/5
image