IND vs AUS: વનડે સિરીઝમાં ધોનીની એવરેજ રહી 193, આ છે ટોપ-5 બેટ્સમેન

ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ બાદ વનડે સિરીઝમાં પણ યજમાન ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપીને ઐતિહાસિક જીત મેળવી હતી. સિરીઝમાં ભારતીય બેટ્મેનોનો જલવો રહ્યો હતો. ટોપ-5 બેટ્સમેનોમાં 3 ભારતીયો રહ્યાં, જ્યારે બે સ્થાનો પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન રહ્યાં.. આવો જાણીએ ટોપ-5 બેટ્સમેનો વિશે.... 

શોન માર્શઃ 224 રન, એક સદી અને એક અડધી સદી

1/5
image

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શોન માર્શ વનડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે 3 મેચોની 3 ઈનિંગમાં 74.66ની એવરેજથી 224 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 18 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 131 રન રહ્યો છે. 

એમએસ ધોનીઃ 193 રન, સતત ત્રણ અડધી સદી

2/5
image

બીજા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહ્યો. તેણે 3 ઈનિંગમાં સતત 3 અડધી સદીની મદદથી 193 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં ભારતને હાર મળી, જ્યારે બાકીના બંન્ને મેચમાં તે ભારતને જીત અપાવીને પરત ફર્યો હતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 87 રન અણનમ રહ્યો હતો. આ સિરીઝમાં તે ફરી એકવાર મેચ વિનર સાબિત થયો હતો. આ દરમિયાન તેની એવરેજ 193ની રહી હતી.   

રોહિત શર્માઃ 185 રન, એક સદી

3/5
image

ફેન્સ વચ્ચે હિટમેનના નામથી જાણીતા ઓપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા રન બનાવવા મામલે ત્રીજા સ્થાને છે. તેણે વનડે સિરીઝમાં 185 રન બનાવ્યા, રોહિતે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. પરંતુ તેની 133 રનની ઈનિંગ છતાં ભારતને હાર મળી હતી. તેની એવરેજ 61.66ની રહી. સિરીઝમાં તેણે સૌથી વધુ 8 સિક્સ ફટકારી હતી.   

વિરાટ કોહલીઃ 153 રન, એક સદી

4/5
image

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવા મામલે ચોથા સ્થાન પર રહ્યો, તેણે પ્રથમ મેચમાં 3 રન બનાવ્યા, જ્યારે બીજા મેચમાં 104 રન ફટકાર્યા હતા. ત્રીજી અને અંતિમ વનડેમાં તેણે 46 રનનું યોગદાન આપ્યું હતું. તેના નામે સિરીઝમાં 51ની એવરેજથી 153 રન રહ્યાં. 

પીટર હૈંડ્સકોમ્બઃ 151 રન, બે અડધી સદી

5/5
image

ઓસ્ટ્રેલિયાનો મીડલ ઓર્ડર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવા મામલે પાંચમાં સ્થાને રહ્યો. તેણે 3 મેચની ત્રણ ઈનિંગમાં બે અડધી સદી સાથે કુલ 151 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન રહ્યો હતો.