Yearender 2018 : આ ફિલ્મોએ બોક્સઓફિસ પર રચ્યો ઇતિહાસ

1/7
image

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ `કેદારનાથ` આ વર્ષે રિલીઝ થઈ. આ ફિલ્મે 60 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે જે ઘણો સારો કહેવાય. આ ફિલ્મમાં સારા સામે સુશાંત સિંહ રાજપૂતે લીડ રોલ કર્યો છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ છે. 

2/7
image

આયુષ્યમાન ખુરાનાની `અંધાધુન`જોઈને દર્શકો અવાચક થઈ ગયા હતા અને સમીક્ષકો ખુશ. આ ફિલ્મે 100 કરોડ રૂપિયા કરતા વધારે બિઝનેસ કર્યો હતો. ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાધિકા આપ્ટે અને તબ્બુનો મજબૂત રોલ હતો. 

3/7
image

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'બધાઇ હો'એ બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. આ ફિલ્મની સફળતાએ આયુષ્યમાનને ટોચનો હીરો બનાવી દીધો છે. `બધાઇ હો` આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ હતી અને અલગ જ પ્રકારની વાર્તાએ દર્શકોને પોતાની તરફ ખેંચી લીધા હતા. આ ફિલ્મે 136 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફેમિલી  ડ્રામામાં સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નીના ગુપ્તાએ પણ દમદાર રોલ કર્યા છે. 

 

4/7
image

'સ્ત્રી'ની અલગ જ વાર્તાએ આ ફિલ્મને રસપ્રદ બનાવી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મને બોક્સઓફિસ પર સારી એવી સફળતા મળી છે. આ ફિલ્મને દર્શકો તેમજ ક્રિટીક્સે પસંદ કરી છે. ઓગસ્ટ મહિનામાં રિલીઝ થયેલી આ ફિલ્મે 129 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરીછે. આ ફિલ્મ અમર કૌશિકે ડિરેક્ટ કરી હતી. 

5/7
image

આલિયા ભટ્ટની `રાઝી` દેશદાઝથી ભરપુર ફિલ્મ હતી. આ ફિલ્મમાં આલિયાની સાથે વિકી કૌશલે કામ કર્યું હતું અને બંનેના કામને દર્શકો તેમજ વિવેચકોએ વખાણ્યું છે. `રાઝી`ની સ્ક્રિપ્ટ અત્યંત દમદાર હતી જેના કારણે ફિલ્મના અંત સાથે આંખમાં આંસુ આવી ગયા હતા. આ ફિલ્મે 120 કરોડ રૂપિયા કરતા વધારે કમાણઈ કરી છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થઈ છે. 

6/7
image

રાની મુખરજી સ્ટારર `હિચકી`એ બોક્સઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 200 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ ફિલ્મ નૈના માથુર નામની સ્કૂલ ટીચરની સ્ટોરી છે અને રાનીએ દીકરીના જન્મ પછી પહેલીવાર આ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. 

7/7
image

આ ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં કાર્તિક આર્યનના અંદાજે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં કાર્તિક, નુસરત ભરૂચા અને સની સિંહે મુખ્ય ભુમિકા ભજવી છે. આ ફિલ્મ યુવાનોમાં બહુ લોકપ્રિય બની હતી અને એણે સરળતાથી 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી હતી. ફિલ્મમેકર લવ રંજનની આ ફિલ્મને ક્રિટિક્સે પણ વખાણી હતી.