આ અફલાતુન સ્માર્ટફોન મળે છે 15000 રૂ.થી ઓછી કિંમતમાં

શિયાઓમી રેડમી નોટ 5 પ્રો

1/7
image

15,000 રૂ.ના બજેટની આસપાસ આ એક સારામાં સારો સ્માર્ટફોન છે. તમે એને Paytm કે Amazon પર ખરીદી શકો છો. એનો સ્ટારેજ 64GB અને ડિસ્પ્લે 5.99 ઇંચ છે. એનો પ્રાઇમરી કેમેરા 12+5 મેગાપિક્સેલનો અને ફ્રન્ટ કેમેરા 20 મેગાપિક્સેલનો છે. એની બેટરી 4000 એમ્પિયરની છે. આ ફોનની કિંમત 14,399 રૂ. છે. 

અસુસ જેનફોન મેક્સ પ્રો એમ 1

2/7
image

આ સ્માર્ટફોન Xiaomi Redmi Note 5 Proને સીધી ટક્કર આપે છે. આમાં RAM 4GB અને સ્ટોરેજ 32GB છે. આ ફોનમાં ડિસ્પ્લે 5.99 ઇંચ છે જેમાં 1.8 ગીગાહર્ટઝ ઓક્ટાકોર પ્રોસેસર છે. આ ફોનમાં પ્રાઇમરી કેમેરા 13+5 મેગાપિક્સેલ છે જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સેલ છે. આ ફોનની કિંમત 10,999 રૂ. છે. 

મોટો જી 5 એસ

3/7
image

મેટલ બોડીવાળા આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની સ્ક્રીન છે. આમાં રિયર કેમેરા 13 મેગાપિક્સેલનો છે તેમજ સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સેલનો છે. આમાં 2.0 ગીગાહર્ટઝ ઓક્ટાકોર પ્રોસેસર છે જે હેન્ડસેટને જોરદાર સ્પીડ આપે છે. આ ફોનની કિંમત 10,985 રૂ. છે. 

ઓપ્પો રિયલમી 1

4/7
image

ચીનની આ કંપનીનો સ્માર્ટફોન પણ સારો છે. એમાં એન્ડ્રોઇડ 8.1 ઓપરેટિંગ સિસ્ટમ છે તેમજ રેમ 4GB છે. આ ફોનમાં બેટરી 3410 એમ્પિયરની છે. આમાં 6.0 ઇંચનો ડિસ્પ્લે છે. આની કિંમત 13,890 રૂપિયા છે. 

ઇનફિનિક્સ નોટ 5

5/7
image

ભારતીય માર્કેટમાં આ સ્માર્ટફોન સારું પફોર્મ કરે છે. આમાં 5.99 ઇંચનો ડિસ્પ્લે અને 3 જીબી રેમ છે. આ ફોનમાં પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સેલનો જ્યારે ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સેલ છે. આ ફોનમાં 4500 એમ્પિયરની બેટરી હોય છે જે ઝડપથી ચાર્જથાય છે. આમાં બેટરી કાઢી નથી શકાતી. આની કિંમત 9,999 રૂપિયા છે. 

શિયાઓમી રેડમી 6 પ્રો

6/7
image

આ ફોનની કિંમત 10,999 રૂ. છે. એમાં 5.84 ઇંચનો ડિસ્પ્લે અને 12+5 મેગાપિક્સેલનો ડ્યુઅલ કેમેરો છે. આની બેટરી સરસ છે અને તે લગભગ બે દિવસ સુધી ચાલે છે. આ બેટરીનો પાવર 4000 એમ્પિયર છે. આમાં ફેસ અનલોક અને ફિંગર પ્રિન્ટ સેન્સર છે. 

ઓપ્પો રિયલમી 2 64જીબી

7/7
image

ઓપ્પોનો આસ્માર્ટફોન સારો વિકલ્પ છે. એમાં 6.2 ઇંચનો મોટો ડિસ્પ્લે અને 4જીબી રેમ છે. આમાં 1.8 ગીગાહર્ટઝ સ્નેપડ્રેગન 450 પ્રોસેસરછે. આનો કેમેરો 13+5 મેગાપિક્સેલ છે જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સેલનો છે. આ ફોનની બેટરી 4230 એમ્પીયરની છે અને એની કિંમત છે 8,990 રૂ.