How to Identify liar: વાત કરતી વખતે જોવા મળે આ 4 સંકેત, તો સમજી લેજો તમારી સામેની વ્યક્તિ છે ખોટાબોલી

How to Identify liar: જો તમારી સામે કોઈ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે જાણવું હોય તો કોઈ પણ પ્રકારની પૂર્વ ધારણા વિના વાત કરો. ભાવનાઓના પ્રવાહમાં ખોટું બોલનાર વ્યક્તિ કોઈને કોઈ સંકેત આપી જ દેશે.. વાતચીત કરતી વખતે તેનો વ્યવહાર પણ બદલી શકે છે જેને જોઈને તમે જાણી શકો છો કે સામાન્ય વ્યક્તિ ખોટું બોલે છે કે સાચું. 

How to Identify liar: વાત કરતી વખતે જોવા મળે આ 4 સંકેત, તો સમજી લેજો તમારી સામેની વ્યક્તિ છે ખોટાબોલી

How to Identify liar: ખોટું બોલવું એ પણ એક કળા છે. જોકે ખોટું બોલવામાં વધારે બુદ્ધિનો પ્રયોગ કરવો પડે છે. ઘણા લોકો તો ખોટું બોલવામાં એટલા માહેર થઈ ગયા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેની ખોટી વાત પર પણ ભરોસો કરી લે છે. પરંતુ જે રીતે ચોર ચોરી કરતી વખતે કોઈને કોઈ ભૂલ કરી જ બેસે છે તેમ ખોટું બોલનાર વ્યક્તિને પણ પકડી પાડવા સરળ હોય છે. આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે ખોટું બોલનાર વ્યક્તિનું સત્ય જાણી શકો છો.

જો તમારી સામે કોઈ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે જાણવું હોય તો કોઈ પણ પ્રકારની પૂર્વ ધારણા વિના વાત કરો. ભાવનાઓના પ્રવાહમાં ખોટું બોલનાર વ્યક્તિ કોઈને કોઈ સંકેત આપી જ દેશે.. વાતચીત કરતી વખતે તેનો વ્યવહાર પણ બદલી શકે છે જેને જોઈને તમે જાણી શકો છો કે સામાન્ય વ્યક્તિ ખોટું બોલે છે કે સાચું. આ સિવાય અન્ય કેટલાક સંકેત હોય છે જેના પરથી પણ તમે ખોટું બોલનાર વ્યક્તિને પકડી શકો છો. 

ખોટું બોલનાર વ્યક્તિના કેટલાક સંકેત 

ક્રમવાર વાર્તા કરવી

ખોટું બોલનાર વ્યક્તિનું સૌથી મોટું લક્ષણ જે હોય છે કે તે આખી વાતને ક્રમવાર સંભળાવશે. વાતની શરૂઆત અને અંત સુધી બધું જ નક્કી હશે. જ્યારે વ્યક્તિ સાચું બોલતી હોય તો તે સ્વાભાવિક રીતે વાત કરે કોઈ ઘટનાના વર્ણનમાં નવા તથ્ય પણ કહી શકે છે. જ્યારે ખોટું બોલતા વ્યક્તિ એક જ વાતને વારંવાર રિપીટ કરે છે. 

આઈ કોન્ટેક્ટ 

જે વ્યક્તિ સાચું બોલે છે તે આઈ કોન્ટેક્ટ કરી શકે છે. જે લોકો ખોટું બોલતા હોય તે લોકો સામાન્ય રીતે તમારી આંખમાં આંખ મિલાવીને વાત નહીં કરે. તે ધ્યાન અન્ય જગ્યાએ રાખીને પોતાની વાત કરે રાખશે. કારણ કે તે પ્લાનિંગ કરીને ખોટું બોલે છે તેથી આઈ કોન્ટેક્ટ ટાળે છે.

સર્વનામનો ઉપયોગ નહીં કરે 

જે વ્યક્તિ ખોટું બોલતી હશે તે કોઈ ઘટનાનું વર્ણન કરે ત્યારે હું કે મારી સાથે જેવા શબ્દોનો પ્રયોગ નહીં કરે. આવું કરવાથી તેનું સત્ય સામે આવી શકે છે તેથી તે કોઈપણ વાતનો જવાબ ગોળ ગોળ આપી દેશે. તેના નામ સાથે કોઈ વાતની સ્પષ્ટતા નહીં કરે. 

પ્રશ્નનો જવાબ પ્રશ્ન નથી 

ખોટું બોલનાર વ્યક્તિ મહત્વપૂર્ણ તથ્યને છુપાવે છે અથવા તો તે ભૂલી ગયા છે તેવું નાટક કરે છે. તમે તેને કોઈ પ્રશ્ન પૂછો તો તે સીધો જવાબ નહીં આપે. ઘણી વખત તો પ્રશ્નની સામે પ્રશ્ન પૂછી લે છે. જેથી તે પોતાનો જવાબ ટાળી શકે. જો તમને તમારા સરળ પ્રશ્નોનો જવાબ ન મળે અને સામે બીજો પ્રશ્ન આવે તો સમજી લેજો કે સામેની વ્યક્તિ ખોટું બોલે છે.

(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news