Hanuman Chalisa: હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવાથી મનોકામના થાય છે પૂર્ણ, કરતાં પહેલા જાણો અખંડ પાઠ કરવાના નિયમ

Hanuman Chalisa : જ્યારે એવી કોઈ સમસ્યામાં ઘેરાઈ ગયા હોય જેમાં કોઈ રસ્તો મળતો ન હોય ત્યારે હનુમાનજીને પ્રસન્ન કરીને સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા પણ ખૂબ જ સરળ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરી શકાય છે. 

Hanuman Chalisa: હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવાથી મનોકામના થાય છે પૂર્ણ, કરતાં પહેલા જાણો અખંડ પાઠ કરવાના નિયમ

Hanuman Chalisa : ભગવાન હનુમાન કળિયુગમાં પણ હાજરહજૂર દેવતા છે. હનુમાનજી એવા દેવમાંથી એક છે જેમને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે. હનુમાનજી વિશે કહેવાય છે કે તેમને પ્રસન્ન કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવાથી જીવનમાં આવેલા સંકટ પણ દૂર થાય છે. જ્યારે એવી કોઈ સમસ્યામાં ઘેરાઈ ગયા હોય જેમાં કોઈ રસ્તો મળતો ન હોય ત્યારે હનુમાનજીને પ્રસન્ન કરીને સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા પણ ખૂબ જ સરળ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરી શકાય છે. 

 

હનુમાન ચાલીસા નિયમિત વાંચવાથી મનના ભયથી મુક્તિ મળે છે. સાથે જ આત્મવિશ્વાસ વધે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ, રાહુ દોષ કે પિતૃદોષ હોય તો તેવામાં પણ હનુમાનજીની ભક્તિ કરવાથી લાભ થાય છે. જોકે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરતી વખતે જો આ નિયમોનું પાલન કરશો તો તમને જીવનમાં આવેલી સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મળશે. 

 

આ પણ વાંચો:

આ નિયમથી કરો હનુમાન ચાલીસાનો પાઠ
 

1. હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર અથવા તો શનિવારે શરૂ કરવો જોઈએ. હનુમાન ચાલીસા શરૂ કર્યા પછી સતત 40 દિવસ સુધી હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. સાથે જ શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરમાં દર્શન કરવા જવું. 

 

2. હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરવા. ત્યાર પછી જમીન ઉપર આસન પાથરીને તેના પર બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. બેસવાનું આસન લાલ રંગનું હોય તો ઉત્તમ ફળ મળે છે.

 

3. હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે તામસી ભોજન અને મદીરાનું સેવન કરવાથી બચવું જોઈએ. 

 

4. હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો તે પહેલા હનુમાનજીની મૂર્તિ પર ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું તેનાથી હનુમાનજી ઝડપથી પ્રસન્ન થાય છે. 

 

5. હનુમાન ચાલીસા વાંચો તે પહેલા ભગવાન શ્રીરામનું નામ લેવું. ત્યાર પછી હનુમાનજીનું સ્મરણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરવો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news