ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, આખું ગોહિલવાડ આ ભડવીરને કરે છે નમન

veer hamirji gohil : સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ થયું ત્યારે લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા

ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, આખું ગોહિલવાડ આ ભડવીરને કરે છે નમન

Somnath Temple : ભારતમાં એવા વીર યોદ્ધા થઈ ગયા છે, જેઓએ દેશ કાજે, ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આવા જ એક ગુજરાતના વીર યોદ્ધા હતા હમીરજી ગોહિલ. જેો સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. ગોહિલવાડમાં જન્મેલા આ વીરની ગાથા આજે ગામેગામ ગવાય છે. ઝફરખાને સોમનાથ પર હુમલો કર્યો ત્યારે હમીરજી ગોહિલે નવ દિવસ સુધી ઝફરખાનના સૈન્યનો સામનો કર્યો હતો.  

સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન દર વર્ષે કરવામા આવે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઠીથી આવેલા વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને પાઘ પૂજા કરાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલા વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે ગુજરાતના આ વીરની શૌર્યગાથા અદભૂત છે. 

હમીરજીએ શૂરવીરો એકઠા કરીને ઝફરખાનનો પડકાર ઝીલ્યો હતો, સોમનાથને તૂટતુ બચાવવા શૂરવીરોને લડાઈ માટે તૈયાર કર્યા હતા. દસમા દિવસે હમીરજી ફરી ઝફરખાનની ફૌજ સામે પડ્યા હતા. આ આક્રમણથી ઝફરખાન પણ હેબતાઈ ગયો હતો. તેણે પોતાના સૈન્યને અડધા ગાઉ સુધી પાછુ લઈ લીધું હતું. તે દિવસું યુદ્ધ બંધ થયું હતું. 

અગિયારમા દિવેસ હમીરજી અને તેના સાથીઓએ શિવલિંગને જળથી સ્થાન કરાવ્યું, અને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઉતર્યા હતા. ભયંકર યુદ્ધ ચાલ્યું, સાંજ પડતા હમીરજી અને બે યોદ્ધા જ બચ્યા હતા. તેઓ પૂરતી તાકાતથી સોમનાથને બચાવવા લડ્યા હતા. હમીરજીનુ આખુ શરીર હોમાઈ ગયુ હતું. અંતે ઝફરખાને સૈનિકોને લઈને હમીરજીને ઘેરી લીધા હતા. તેમની માથે એકસામટી દસ તલવારો પડી હતી. આખરે હમીરજી સોમનાથની રક્ષા કરતા કરતા ઢળી પડ્યા હતા. તેના બાદ મંદિર તૂટ્યું હતું.  

આ કારણે આજે પણ હમીરજી સોમનાથમાં પૂજાય છે. તેમના વંશજો સુરપુરા તરીકે આજે પણ તેમને પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે હમીરજી ગોહિલની ડેરીઓ આવેલી છે. તેમનો પાળિયો આજે પણ પૂજાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news