Vastu Rules: જોજો જેમ-તેમ મનફાવે ત્યાં ઉતારતા નહી જૂતા, નહીંતર સફળતા પર લાગી જશે બ્રેક

Vastu Tips for Shoe Rack: વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે, ઘરમાં ચપ્પલ-જૂતા ઉતારવાની યોગ્ય દિશા દક્ષિણ અને પશ્ચિમ છે. આ સિવાય જૂતાને ગમે ત્યાં ઉતારવાને બદલે તેના યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ. જો તમે પણ આ નિયમનું પાલન કરો છો તો હંમેશા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

Vastu Rules: જોજો જેમ-તેમ મનફાવે ત્યાં ઉતારતા નહી જૂતા, નહીંતર સફળતા પર લાગી જશે બ્રેક

Vastu Tips for Shoe: આજકાલ મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્રને મહત્વપૂર્ણ માને છે. હિન્દુ ધર્મમાં પણ ઘરમાં વાસ્તુ દોષ હોવાને શુભ માનવામાં નથી આવતુ. માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં ન આવે તો, તેની ખરાબ અસર ઘરમાં રહેતા લોકો પર પડે છે. વાસ્તુ દોષના કારણે જ ઘરની સ્થિતિ ખરાબ થાય છે. મન અશાંત રહે છે. 

કઠોર પરિશ્રમ કરવા છતાં સફળતા નથી મળતી. એટલા માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. આ પૈકીની જ એક છે ઘરમાં જૂતા-ચંપલ રાખવાની યોગ્ય જગ્યા. આ અંગે વધુ જાણકારી આપે છે ભોપાલ નિવાસી જ્યોતિષ્ય અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્રકુમાર શર્મા.

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે એવી માન્યતા છે. એટલા માટે ભૂલથી પણ ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં જૂતા ન ઉતારવા જોઈએ. 

- વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે, ઘરમાં ચપ્પલ-જૂતા ઉતારવાની યોગ્ય દિશા દક્ષિણ અને પશ્ચિમ છે. આ સિવાય જૂતાને ગમે ત્યાં ઉતારવાને બદલે તેના યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ. જો તમે પણ આ નિયમનું પાલન કરો છો તો હંમેશા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

- આ સિવાય પૂજા ઘરમાં પણ જૂતા-ચપ્પલને રાખવુ શુભ માનવામાં નથી આવતુ. તેમાં વાસ્તુ દોષ હોય છે. આ સિવાય જૂતા નવા હોય તો પણ તિજોરીમાં ન રાખવા જોઈએ. આ ધન રાખવાની જગ્યા છે. તિજોરીમાં જૂતા રાખવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. 

- ઘણા લોકોની આદત હોય છે કે કંઈપણ જોયા કે સમજ્યા વગર ગમે ત્યાં પોતાના જૂતા ઉતારી દે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં જૂતા-ચપ્પલ યોગ્ય રીતે રાખવા જરૂરી છે. આ સિવાય જૂતાને ક્યારેય પણ ઊંધા ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે, આમ થતા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. ઘરની સુખ-શાંતિ પણ ભંગ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news