ચાંદીનું કડું પહેરવાથી થાય છે માં લક્ષ્મીની કૃપા, જાણો ચાંદીના કડા પહેરવાના ફાયદા

Astro Tips: કોઈ ફેશન માટે તો કોઈ માતાજીની કૃપા માટે હાથમાં કોઈને કોઈ વસ્તુ પહેરતા હોય છે. મોટાભાગે યુવાનો બ્રેસલેટ પહેરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો હાથમાં ચાંદીના કડા પહેરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ચાંદીના કડા પહેરવાથી તમને થઈ શકે છે અનેક ફાયદા.

ચાંદીનું કડું પહેરવાથી થાય છે માં લક્ષ્મીની કૃપા, જાણો ચાંદીના કડા પહેરવાના ફાયદા

Astro Tips: મોટા ભાગના લોકો અલગ અલગ ધાતુના કડા પહેરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તેમાંથી સૌથી વધુ ચાંદીના કડા પહેરવાથી ફાયદો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના અનેક ફાયદ હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીની ધાતુનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહથી માનવામાં આવે છે. જેથી ચાંદીની વસ્તુ પહેરવાથી ઘણા ફાયદા થાય છે.

કોને પહેરવો જોઈએ ચાંદીનો કડો?
જો તમને હાથમાં ચાંદીનો કડો પહેરવાનો શોખ હોય તો તેને પહેર્યા પહેલા તેના ફાયદા વિશે જાણવું જરૂરી છે. ચાંદીનો કડો પહેરવાથી તમામ લોકોને લાભ નથી થતો. તમામ લોકોના ગ્રહ અલગ અલગ હોય છે. એટલા માટે કેટલાક લોકો ચાંદીનો કડો પહેરે તો તેની સમસ્યાઓ વધી પણ શકે છે.

આ પણ વાંચો:

મા લક્ષ્મીની રહેશે અસીમ કૃપા
હાથમાં ચાંદીનો કડો પહેરવાથી શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલા ગ્રહ દોષ દૂર થાય છે. જો તમારી રાશીમાં આ દોષ છે તો તમે અત્યારથી જ આ ચાંદીનો કડો પહેરવાનું શરૂ કરી દો. ચાંદીનો કડો પહેરવાથી તમને ઘણો લાભ થશે. એવું માનવામાં આવે છે ચાંદીનો કડો પહેરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે. મા લક્ષ્મીના સદા ભક્તો પર આશીર્વાદ રહે છે અને તેમની ઈચ્છા માતાજી પૂરી કરે છે. જેથી ચાંદીનો કડો પહેરવો ફાયદાકારક રહે છે.

સકારાત્મ ઊર્જાનો થાય છે સંચાર
ચાંદી ઠંડક આપતી હોવાથી તેને કોલ્ડ મેટલ પણ કહેવામાં આવે છે. તેને પહેરવાથી મન શાંત અને એકાગ્ર બને છે. જો તમને બહુ ગુસ્સો આવે છે તો તમે ચાંદીની વસ્તુ પહેરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચાંદીને એક એવી ધાતુ માનવામાં આવે છે જે સકારાત્મક ઉર્જા વધારે છે. જેથી હાથમાં ચાંદીનો કડો કે બ્રેસલેટ પહેરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. 

ક્યારે પહેરવું જોઈએ ચાંદીનો કડો?
ચાંદીનો કડો પહેરવા અંગે પણ કેટલીક માન્યતાઓ છે. જેમાં કહેવાય છે કે ચાંદીનો કડો ધારણ કરવા માટે શુક્રવાર સૌથી લાભદાયી માનવામાં આવે છે. જેથી તેમે ચાંદીનો કડો પહેરવા માગતા હો તો તેને શુક્રવારના દિવસે જ ધારણ કરવું. જેનાથી તમને તેના સારા લાભ થઈ શકે છે. 

નોંધ - (આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE મીડિયા તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news