Astro Tips: દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખુલતા વાર નહીં લાગે

Astro Tips: આ દિવસે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે તમને શુક્રવારના આવા કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવીએ. આ ચારમાંથી કોઈ એક ઉપાય કરવાથી પણ ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. 

Astro Tips: દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખુલતા વાર નહીં લાગે

Astro Tips:સનાતન ધર્મ અનુસાર શુક્રવારનો દિવસ માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જે ઘરમાં ધનના દેવી માં લક્ષ્મીનો વાસ હોય ત્યાં ધન-સમૃદ્ધિની ખામી રહેતી નથી. તેથી જ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો શુક્રવારે વિશેષ વ્રત રાખી પૂજા અર્ચના પણ કરે છે. 

આ દિવસે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે તમને શુક્રવારના આવા કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવીએ. આ ચારમાંથી કોઈ એક ઉપાય કરવાથી પણ ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. 

શુક્રવારના અચૂક ઉપાય

1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને લાખ પ્રયત્ન છતાં તમે તેમાંથી મુક્ત થતાં ન હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરો અને તેમને ખીરનો ભોગ ધરાવો. શક્ય હોય તો શુક્રવારના દિવસે કુંવારી કન્યાઓને ખીર ખવડાવો અને દક્ષિણા આપો. 

2. શુક્રવારના દિવસે ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવું. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.

3. આર્થિક સમસ્યાઓ ચાલતી હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર લક્ષ્મીજીને કમળનું ફૂલ અતિપ્રિય છે તેમને કમળનું ફૂલ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. 

4. શુક્રવારના દિવસે એકમુખી રુદ્રાક્ષ, એક હળદરની ગાંઠ, ગોમતી ચક્ર અને એક કોડી લઈ લાલ કપડામાં બાંધી પોટલી બનાવી તેને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સામે રાખો. ત્યાર પછી આ પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news