Makar Sankranti 2024: દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા મકર સંક્રાંતિના દિવસે કરી લેજો આ અચૂક ઉપાય

Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે તમે કેટલાક ઉપાય કરીને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. કેટલાક ઉપાયો એવા છે જેને કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. તો ચાલો તમને જણાવીએ મકરસંક્રાંતિના અચૂક ઉપાયો વિશે જેને કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. 

Makar Sankranti 2024: દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા મકર સંક્રાંતિના દિવસે કરી લેજો આ અચૂક ઉપાય

Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન અલગ-અલગ તહેવારો ઉજવવામાં આવે છે. આ દરેક તહેવારનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે પણ વર્ષ બદલે છે ત્યારે વર્ષની શરૂઆતનો પહેલો તહેવાર હોય છે મકર સંક્રાંતિ. આ વર્ષે 15 જાન્યુઆરી 2024 ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિનું પણ હિન્દુ ધર્મ વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ દિવસથી વસંતની શરૂઆત થાય છે. 

મકર સંક્રાંતિના દિવસે તમે કેટલાક ઉપાય કરીને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. કેટલાક ઉપાયો એવા છે જેને કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. તો ચાલો તમને જણાવીએ મકરસંક્રાંતિના અચૂક ઉપાયો વિશે જેને કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. 

નદીમાં સ્નાન

મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો. અથવા તો ઘરે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો. 

સૌભાગ્ય પ્રાપ્તિનો ઉપાય

મકર સંક્રાંતિના દિવસે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ ઉપાય અચૂક કરવો. આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

સુખ, સમૃદ્ધિ અને સફળતાનો ઉપાય

સૂર્ય કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે મકરસંક્રાંતિ પર સૂર્યદેવની પૂજા કરો. તેના માટે સ્નાન કર્યા પછી તાંબાના કળશમાં પાણી ભરી તેમાં લાલ ચંદન, લાલ ફુલ, ગોળ અને તલ મિક્સ કરી સૂર્યદેવને અર્ધ્ય ચઢાવો. આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થશે.

આર્થિક સ્થિતિ સુધારવા

મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે તમે તલ, લાલ કપડા, મીઠાઈ, ચોખા, ખીચડી, ગોળ, કાળા અડદ વગેરેનું જરૂરિયાત મંદોને દાન કરી શકો છો તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news